કોલકાતામાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં BJPની માર્ચ, પોલીસે કર્યો બળ પ્રયોગ

PC: ANI

પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં BJPએ બુધવારે કોલકાતાના લાલ બજાર સ્થિત પોલીસ મુખ્યાલયનો ઘેરાવો કર્યો. આ દરમિયાન કેટલાક લોકોએ બેરિકેડ તોડવાનો પ્રયત્ન કરતા પોલીસે પાણીનો મારો કર્યો અને અશ્રુ ગેસ છોડ્યો હતો. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 3000 કરતા વધુ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. BJP નેતા મુકુલ રોયનો આરોપ છે કે, 8 જુનની રાત્રે તૃણમૂલ સમર્થકોએ બશીરહાટમાં તેમના 4 કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી હતી. BJPના એક કાર્યકર્તાએ કહ્યું, અમે કોઈ બેરિકેડ નથી તોડ્યું, અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. બંગાળ પોલીસે ખોટી રીતે બળ પ્રયોગ કર્યો. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોલકાતાના પોલીસ કમિશનરે આનો જવાબ આપવો જોઈએ.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, રાજ્યમાં ફેલાયેલી હિંસામાં TNCના 8 અને BJPના 2 કાર્યકર્તાઓ માર્યા ગયા. એ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે, BJP બંગાળને ગુજરાત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હું જેલ જવા માટે તૈયાર છું, પરંતુ તે ક્યારેય નહીં થવા દઈશ. મમતાએ આ દિવસે કોલકાતાની કોલેજ સ્ટ્રીટ અને વિદ્યાસાગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાનું અનાવરણ પણ કર્યું હતું.

ઉત્તર 24 પરગના જિલ્લામાં સોમવારે થયેલા વિસ્ફોટમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ અંગે BJPએ આરોપ લગાવ્યો છે કે, જય શ્રી રામના નારા લગાવવા પર TMCના કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યકર્તાઓની ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે હાલ હત્યાના કારણો અંગે કોઈ માહિતી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp