સંગમનગરીમાં પહોંચ્યા હઠયોગીઃ 9 વર્ષોથી એક જ પગ પર ઊભા રહેવાનો દાવો

PC: bhaskar.com

મોક્ષની કામના લઈને રાજસ્થાનથી પ્રયાગરાજ સુધીનું અંતર એક સંન્યાસીએ એક પગથી ચાલીને પૂરું કર્યું છે. અહીં કુંભ નગરીમાં પણ સંન્યાસીએ હઠને જાળવી રાખીને પોતાનું આસન જમાવી લીધુ છે. સંન્યાસીના જણાવ્યા અનુસાર, તેમનો એક પગ પર ઊભા રહીને તપસ્યા કરવાનો ક્રમ 9 વર્ષ જુનો છે. માગસર મહિનામાં 10 વર્ષ પૂર્ણ થઈ જશે. સંત ગિરિનું કહેવુ છે કે, આ જીવનમાં તપસ્યા વિના કંઈ નથી મળતું.

રાજસ્થાનના વતની દિગંબર હરિવંશ ગિરિએ જણાવ્યુ હતુ કે, હઠયોગની પરંપરા અનાદિકાળથી ચાલી આવી છે. તેમણે પણ 12 વર્ષ સુધી અવિરત એક પગ પર ઊભા રહીને તપસ્યા કરવાનો પ્રણ લીધો છે. ભોજનની ક્રિયા પણ તેઓ ઊભા રહીને જ કરે છે. શૌચ અને ન્હાવા માટે પમ એક પગ પર જ ચાલીને જાય છે. ઊભા-ઊભા જ ઊંઘે પણ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રણ પૂર્ણ થયા બાદ પણ તેમનો આ હઠયોગ આગળ ચાલી શકે છે.

હઠયોગ પ્રાચીન ભારતીય સાધના પદ્ધતિ છે. તેમાં શરીરના આધાર પર વિભિન્ન પ્રકારના આસન, પ્રાણના આધાર પર વિવિધ પ્રકારના પ્રાણાયમ અને આ બંનેના મિશ્રણથી ઘણા પ્રકારની મુદ્રા, બંધ અને અન્ય ક્રિયાઓ કરવામાં આવે છે. તેમાં ધ્યાન પણ કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp