બે વર્ષની દીકરીને સાથે લઈને અડધી રાત્રે પેટ્રોલિંગમાં નીકળ્યા આ મહિલા ઓફિસર

PC: dainikbhaskar.com

ગુજરાતીમાં એક કહેવત છે કે,' જે કામ પ્રત્યે વફાદાર હોય છે, તેને કામ કરવા માટે કોઈ પણ પરિસ્થિતિ નડતી નથી'. આ કહેવતને સાચી કરી છે એક મહિલા પોલીસ ઓફિસરે. મહિલા ઓફિસર મોડી રાત્રે પોતાની બે વર્ષની બાળકી સાથે જનતાની સુરક્ષા માટે પેટ્રોલિંગમાં નીકળી અને 20 કિલોમીટરના એરિયાનું પેટ્રોલિંગ કરીને પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મીચારીઓએ કરેલા કામોના રેકોર્ડની ચકાસણી કરી.

એક રીપોર્ટ અનુસાર ઇન્દોરના SSP રૂચીવર્ધન મિશ્રા શુક્રવારે રાત્રે પોતાની ફરજ પરથી ઘરે આવ્યા હતા. ત્યારે તેમની બે વર્ષની દીકરી તેમને ભેટી પડી, જ્યારે SSP રૂચીવર્ધન મિશ્રાને પોતાની કામ પૂર્ણ કરવા રાત્રે 11 વાગ્યે ફરજ પર જવાનું હતું ત્યારે તેમની બે વર્ષની દીકરીએ પણ ફરજ પર સાથે આવવાની જીદ કરી હતી જેના કરને SSP રૂચીવર્ધન મિશ્રા દીકરી નવીશાને સાથે રાખીને ફરજ પર નીકળ્યા હતા. દીકરીને સાથે રાખીને 20 કિલોમીટર સુધી પેટ્રોલિંગ કર્યું હતુ. તે સમયે દીકરી SSP રૂચીવર્ધન મિશ્રાના ખોળામાં સુતી હતી. પેટ્રોલિંગ પછી 45 મિનીટ સુધી પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીઓની મુલાકાત કરીને અલગ અલગ રેકોર્ડની ચકાસણી પણ કરી હતી.

SSP રૂચીવર્ધન મિશ્રાએ પોલીસ સ્ટેશનના અધિકારીઓની સમસ્યાઓ સાંભળીને જનતાને મુશ્કેલી ન થાય તેવી કાર્યપદ્ધતિથી કામ કરવાની અને પેન્ડિંગ રહેલા કેસોને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની સાથે સાથે વોરંટ પર કડકાઈથી કામ કરવાની સૂચનાઓ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp