INDIAની કમાન માટે લાલુનું CM મમતાને સમર્થન, કહ્યું, કોંગ્રેસના વિરોધથી કંઈ...

PC: aajtak.in

INDIA એલાયન્સના નેતૃત્વને લઈને એકબીજા વચ્ચે મતભેદ સામે આવી રહ્યો છે. આ દરમિયાન RJD નેતા લાલુ યાદવે કહ્યું કે, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીને INDIA ગઠબંધનના નેતા તરીકે ચૂંટવા જોઈએ. એટલું જ નહીં તેમણે કોંગ્રેસ પાર્ટીને સીધી સલાહ આપી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. તેમણે એમ પણ કહ્યું કે, બિહારમાં યોજાનારી ચૂંટણીમાં તેમની પાર્ટી જ સત્તામાં રહેશે.

RJD ચીફ લાલુ યાદવે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'CM મમતા બેનર્જીને INDIA એલાયન્સનું નેતૃત્વ સોંપવું જોઈએ. કોંગ્રેસ પક્ષ વિરોધ વ્યક્ત કરશે તો કંઈ થશે નહીં. અમે 2025માં ફરી સરકાર બનાવીશું.' જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે, CM નીતીશ કુમાર વિધાનસભા ચૂંટણીમાં 225 બેઠકો જીતવાનો દાવો કરી રહ્યા છે, ત્યારે લાલુ યાદવે કહ્યું કે, તેઓ પહેલા તેમની આંખોને આરામ તો આપી દે.

શિવસેના UBT નેતા સંજય રાઉતે પણ આ ગઠબંધનમાં CM મમતા બેનર્જીની ભૂમિકાને ટેકો આપતા કહ્યું કે, તેઓ પણ ઈચ્છે છે કે તેઓ મહત્વપૂર્ણ ભાગીદાર બને. તેમણે કહ્યું કે તેઓ તેમને જલ્દી કોલકાતામાં મળશે. રાઉતે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'અમે CM મમતા બેનર્જીનો અભિપ્રાય જાણીએ છીએ. અમે પણ ઈચ્છીએ છીએ કે તેઓ INDIA એલાયન્સના મુખ્ય ભાગીદાર બને. CM મમતા બેનર્જી હોય, અરવિંદ કેજરીવાલ હોય કે શિવસેના, અમે બધા સાથે છીએ. અમે ટૂંક સમયમાં CM મમતા બેનર્જી સાથે વાત કરવા કોલકાતા જઈશું.' આ અગાઉ, RJDના વરિષ્ઠ નેતા અને બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવે રવિવારે કહ્યું હતું કે, 'તેઓને TMCના વડા CM મમતા બેનર્જી સહિત INDIA ગઠબંધનના કોઈપણ વરિષ્ઠ નેતાના નેતૃત્વ કરવા પર વાંધો નથી.' તેમણે ભારપૂર્વક કહ્યું, 'ગઠબંધનનું નેતૃત્વ કરો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ નિર્ણય સર્વસંમતિથી લેવાવો જોઈએ.'

જ્યારે, CPIના મહાસચિવ D રાજાએ કહ્યું, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીમાં INDIA એલાયન્સ પાર્ટીઓને સાથે લીધી ન હતી. જો કોંગ્રેસે તેના ગઠબંધન સાથીદારોની વાત માની હોત તો આજે મહારાષ્ટ્ર અને હરિયાણામાં જે પરિણામો જોવા મળ્યા તે ન હોત.

પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં INDIA એલાયન્સના ખરાબ પ્રદર્શન પર નિરાશા વ્યક્ત કરી છે. આ પછી તેણે સંકેત આપ્યો કે, જો તેમને તક મળે છે, તો તેઓ INDIA એલાયન્સની કમાન સંભાળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેઓ આટલેથી ન અટક્યા અને કહ્યું કે, પશ્ચિમ બંગાળના CM તરીકેની ભૂમિકા ચાલુ રાખીને તેઓ વિપક્ષી મોરચાની કમાન પણ સંભાળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp