કેટલું વિશાળ હશે રામ મંદિર? આ છે ભારતના 10 સૌથી મોટા મંદિરો

PC: thehindu.com

અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, રામ મંદિર વિવાદિત સ્થળે જ બનશે અને મસ્જિદ નિર્માણ માટે 5 એકરની અન્ય જમીન ફાળવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે વિવાદિત 2.77 એકરની જમીન રામ મંદિરને ફાળવી દીધી છે. તો વળી 67 એકર જમીન પર રામ મંદિર નિર્માણ માટે બનનારા ટ્રસ્ટને આપી છે. આ જ રીતના દેશના અન્ય સૌથી વિશાળ મંદિરો વિશે જાણો..

શ્રીરંગનાથ મંદિર(શ્રીરંગમ):

તમિલનાડુના ત્રિચીમાં બનેલું શ્રીરંગનાથ મંદિર દુનિયાનું બીજુ સૌથી મોટુ મંદિર છે. આ વિષ્ણુ મંદિર લગભગ 115.9 એકરમાં બનેલું છે. જ્યાં લોકો દૂર દૂરથી દર્શન માટે આવે છે.

અક્ષરધામ મંદિરઃ

દેશની રાજધાની દિલ્હીમાં બનેલું સ્વામીનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ મંદિર સૌથી વિશાળ મંદિરોમાંથી એક છે. જે એક જાણીતુ પર્યટક સ્થળ પણ છે. જે લગભગ 59.3 એકરના એરિયામાં બનાવવામાં આવ્યું છે.

થિલ્લઈ નટરાજ મંદિરઃ

તમિલનાડુના ચિદંબરમમાં બનેલું ભગવાન શિવજીનું આ મંદિર પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. ચિદંબરમ મંદિર લગભગ 39 એકરના એરિયામાં બનેલું છે. દૂર દૂરથી લોકો ભગવાન શિવજીના દર્શન માટે આવે છે.

બેલૂર મઠઃ

બેલૂર મઠ સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને આગળ વધારવાનું કામ આજની તારીખમાં પણ કરે છે. જે કલકત્તામાં હુગલી નદીના કિનારે આવેલું છે. જ્યાં માતા આદ્યાકાલીની પૂજા કરવામાં આવે છે. જે દુનિયાનું 5મું વિશાળ હિંદુ ધર્મસ્થળ છે. જે 39 એકરના એરિયામાં બનાવાયું છે.

બૃહદેશ્વર મંદિરઃ

તમિલનાડુના તંજૌરમાં સ્થિત બૃહદેશ્વર મંદિર પણ વિશાળ મંદિરોમાં જ આવે છે. આ શિવ મંદિર લગભગ 1000 વર્ષ પહેલા રાજારાજ ચોલા પ્રથમના નેતૃત્વમાં બનાવવામાં આવ્યું હતું. જે લગભગ 25 એકરના ક્ષેત્રમાં સ્થિત છે.

અન્નામલાઈયર મંદિરઃ

તમિલનાડુના તિરુવન્નામલાઈમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર તેના ઊંચા સ્તંભોને કારણે લોકપ્રિય છે. જે લગભગ 24.9 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે.

એકંબરેશ્વર મંદિરઃ

દક્ષિણ ભારતના કાંચીપુરમમાં આવેલું આ મંદિર પણ વિશ્વના વિશાળ મંદિરોની શ્રેણીમાં આવે છે. ભગવાન શિવનું આ મંદિર લગભગ 22.9 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે. જે પાંચ મહાશિવ મંદિરો અને પંચભૂત સ્થળોમાંથી એક છે.

જંબૂકેશ્વરાર મંદિરઃ

તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં આવેલું આ મંદિર પણ ભગવાન શિવનું જ છે. જે ભગવાન શિવના પંચબૂથા સ્થળોમાંથી એક છે. આ મંદિરને થિરુવનાઇકવન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતના અન્ય સ્થળો તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ મોજૂદ છે. આ મંદિરને 18 એકરની જમીન પર બનાવવામાં આવ્યું છે.

મીનાક્ષી અમ્માન મંદિરઃ

દેશના સૌથી મોટા મંદિરોમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના મીનાક્ષી અમ્માન મંદિર પણ આવે છે. માતા મીનાક્ષીને જ અહિ માતા પાર્વતીના રૂપમાં માનવામાં આવે છે. તમિલનાડુના મદુરાઈમાં આ મંદિર આવેલું છે. અહિ ભગવાન શિવને સુંદરેશ્વરાર પણ કહેવામાં આવે છે. આ મંદિર 17.3 એકરની જમીન પર બનાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp