શિકારીઓએ 3 પોલીસકર્મીઓની કરી હત્યા, ઘટનાસ્થળે મોડા પહોંચતા IG થયા સસ્પેન્ડ

PC: bhaskar.com

મધ્ય પ્રદેશના ગુનામાં શિકારીઓની ગોળીબારીમાં શહીદ થયેલા 3 પોલીસકર્મીઓના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કારમાં પણ જિલ્લાઓના પ્રભારી મંત્રી સામેલ થશે. તો, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનામાં સખત એક્શન લેતા ગ્વાલિયરના IG અનિલ શર્માને તાત્કાલિક પ્રભાવથી હટાવી દેવામાં આવ્યા છે. વિભાગના IG ઘટનાસ્થળ પર મોડેથી પહોંચ્યા હતા. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને લઈને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે સવારે હાઇલેવા ઇમરજન્સી મીટિંગ બોલાવી હતી. તેમાં ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા, મુખ્ય સચિવ, DGP, ADG સહિત મોટા પોલીસ અધિકારી સામેલ રહ્યા.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગુનામાં સામનો કરતા આપણાં પોલીસના જવાનોએ શહીદી વહોરી છે. ગુનેગારો વિરુદ્ધ એવી કાર્યવાહી થશે, જે ઇતિહાસમાં ઉદાહરણ બનશે. ગુનેગારોની લગભગ ઓળખ થઈ ગઈ છે. તપાસ ચાલી રહી છે. પોલીસ ફોર્સ મોકલવામાં આવી છે. ગુનેગાર કોઈ પણ કિંમત પર નહીં બચે. તો ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ગુના જિલ્લાના આરોન વિસ્તારમાં 7-8 બાઇક સવાર બદમાશોએ ફાયરિંગની શરૂઆત કરી દીધી હતી.

તેમણે કહ્યું કે, આ ફાયરિંગમાં પોલીસ પરિવારના બહાદુર SI રાજકુમાર જાટવ, કોન્સ્ટેબલ નીલેશ ભાર્ગવ અને સંતરામનું મોત થઈ ગયું છે. ઘટના દુઃખદ અને હૃદયદ્રાવક છે. જિલ્લાના પોલીસ અધિક્ષક અને DGP પાસેથી ઘટનાની જાણકારી લીધી છે. ગુનેગારો વિરુદ્ધ એવી સખત કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે જે ઉદાહરણ બને. ગુનાના આરોન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાગા બરખેડા ગામમાં શુક્રવારે મોડી રાત્રે પોલીસ અને કાળિયારના શિકારીઓ વચ્ચે ભીષણ ઘર્ષણ થઈ ગયું હતું, જેમાં 3 પોલીસકર્મીઓનું મોત થઈ ગયું.

કહેવામાં આવી રહ્યું છે કે, કાળિયાર અને રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરીને લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલિંગ પર નીકળેલા પોલીસકર્મીઓએ તેમને લલકાર્યા તો બદમાશોએ ફાયરિંગની શરૂઆત કરી દીધી. બંને તરફથી થયેલી ફાયરિંગમાં એક શિકારી ઘટનાસ્થળ પર ઢેર થઈ ગયો તો 3 પોલીસકર્મીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. મધ્ય પ્રદેશના કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, ગુનામાં શિકારીઓની ગોળીબારીથી થયેલી પોલીસકર્મીઓના મોતની ઘટના ખૂબ જ દુઃખદ અને પીડાદાયક છે.

નિશ્ચિત રૂપે પોતાના કર્તવ્ય માટે આ પોલીસકર્મીઓએ શહીદી વહોરી છે. તેમની શહીદીને હું નમન કરું છું. શહીદી વ્યર્થ નહીં જાય, પરંતુ આપણે એ પણ જોવું પડશે કે, આખરે શિવરાજ સરકારમાં ગુનેગારોના ઈરાદા એટલા બુલંદ કેમ છે? ખુલ્લેઆમ ગુનેગાર પોલીસકર્મીઓની હત્યા કરી રહ્યા છે. જંગલમાં નીડર થઈને શિકાર કરી રહ્યા છે. રાજ્યની કાયદા વ્યવસ્થા એટલી ડગમગી કેમ ગઈ છે, જવાબદારો આખરે ક્યાં છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp