વકીલ ટ્રેનને કારણે મહા કુંભ ન પહોંચી શકતા રેલવે પાસે 50 લાખ વળતર માંગ્યું

PC: x.com

બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના એક વકીલે ભારતીય રેલ્વે પાસેથી 50 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. વકીલ મૌની અમાવસ્યા નિમિત્તે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં 'અમૃત સ્નાન' કરવા માંગતા હતા. તેમનું કહેવું છે કે, રેલવેની ભૂલને કારણે તેઓ આમ કરી શક્યા નહીં અને મોક્ષથી વંચિત રહ્યા. કારણ કે જ્યારે ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે તેમના કોચનો દરવાજો જ ખુલ્યો નહીં.

તાજેતરમાં, બિહારના ઘણા સ્ટેશનો પરથી એવા સમાચાર આવ્યા હતા કે, કુંભમાં જવા માટે મુસાફરોની ભારે ભીડ જમા થઇ છે. ઘણા લોકો તેમની ટ્રેનો પણ ચૂકી ગયા. રાજન ઝા નામના વકીલની ટ્રેન 27 જાન્યુઆરીએ મુઝફ્ફરપુર જંકશનથી હતી. તેમણે મીડિયા સૂત્રને જણાવ્યું કે, તેમને સ્વતંત્ર સેનાની ટ્રેનના ત્રીજા AC કોચમાં બેસવાનું હતું. ટ્રેન રાત્રે 9:30 વાગ્યે ઉપડવાની હતી. રાજન સાત વાગ્યે જ સ્ટેશન પર પહોંચી ગયો હતો.

તેણે કહ્યું કે સ્ટેશન પર ઘણી વધારે ભીડ હતી અને જ્યારે ટ્રેન આવી ત્યારે તેના કોચનો દરવાજો અંદરથી બંધ હતો. પ્લેટફોર્મ પર અંધાધૂંધીનું વાતાવરણ હતું. વકીલે આરોપ લગાવ્યો કે, રેલવેની નબળી વ્યવસ્થાને કારણે તે અને તેનો પરિવાર ટ્રેનમાં ચઢી શક્યા નહીં.

રાજન ઝાએ કહ્યું કે, આ ઘટનાથી તેમને અને તેમના પરિવારને આર્થિક, શારીરિક અને માનસિક નુકસાન થયું છે. તેમણે વધુમાં કહ્યું કે, હિન્દુ ધર્મમાં મહાકુંભનું ખૂબ મહત્વ છે અને રેલવેના કારણે તેઓ મોક્ષથી વંચિત રહી ગયા. તેમણે રેલવે પાસેથી વળતરની માંગણી કરી છે. તેમના વકીલ SK ઝાએ કહ્યું છે કે, જો રેલવે 15 દિવસમાં કોઈ પહેલ નહીં કરે તો તેઓ કોર્ટમાં કેસ દાખલ કરશે.

તાજેતરમાં, ગયા જંક્શન, હાજીપુર જંક્શન, મુઝફ્ફરપુર જંક્શન, છપરા સ્ટેશન અને વૈશાલી સ્ટેશન પર હજારોની ભીડ પહોંચી હતી. ભીડને કારણે ઘણા લોકો ટ્રેન ચૂકી ગયા. મુઝફ્ફરપુર જંકશનથી પણ આવા જ સમાચાર આવ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે, રિઝર્વેશન વિનાના મુસાફરો ટ્રેનોમાં ચઢી ગયા હતા.

29 જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યાના અવસર પર, કરોડો લોકો 'અમૃત સ્નાન' માટે મહા કુંભ મેળામાં પહોંચ્યા હતા. સ્નાન પહેલાં વહેલી સવારે ત્રિવેણી સંગમ પાસે નાસભાગ મચી ગઈ. સરકારી આંકડા મુજબ, આ અકસ્માતમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા, ઘણા લોકો તેમના પરિવારોથી અલગ થઈ ગયા અને ઘણા લોકોએ પોતાના પૈસા અને સામાન ગુમાવ્યો. ત્રિવેણી સંગમ ઉપરાંત, ઝુસીમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જોકે, ત્યાં થયેલા નુકસાન અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp