ગે સેક્સને માન્યતા આપવાથી દેશની સુરક્ષા જોખમમાં મૂકાશે

PC: washingtonpost.com

વડી અદાલતમાં સમલૈંગિકતાને ગુનો ગણવો જોઈએ કે નહીં તે મુદ્દે જોરદાર દલીલો ચાલી રહી છે. જેમાં વડી અદાલતે કહ્યું છે કે, જો બે વ્યસ્ક વચ્ચે સહમતીથી સબંધના મામલાને ગુનાના દાયરાથી બહાર કરવામાં આવશે તો એલજીબીટી સમુદાયના લોકો સો સંબંધીત અનેક મુદ્દા અને ભેદભાવ આપોઆપ ખત્મ થઈ જશે. બીજી તરફ અદાલત સમક્ષ અરજકર્તા સુરેશકુમાર કૌશલે બંધારણીય ખંડપીઠ સમક્ષ સમલૈંગિકતા પર ચાલી રહેલી ચર્ચામાં હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે દાવો કર્યો છે કે, જો કલમ 377ને ગુનો નહીં માનવામાં આવે તો દેશની સુરક્ષા ખતરામાં મુકાઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, સુરેશ કૌશલ એ જ વ્યક્તિ છે જેમણે વર્ષ ૨૦૧૩માં કલમ 377ની માન્યતાને બરકરાર રાખવા અદાલતમાં અરજી કરી હતી. તેમણે હાલ અદાલતમાં દલીલ કરી છે કે, સેનાના જવાન પોતાના ઘરી દૂર મુશ્કેલ પરિસ્થિતિઓમાં રહે છે એવામાં તેઓ હોમોસેકસ્યુઅલ ગતિવિધિમાં સામેલ થઈ શકે છે. જો ગે સેકસને કાયદેસર બનાવવામાં આવશે તો પુરૂષ યૌનકર્મીઓની દુકાનો ખુલી જશે.

અહીં નોંધનીય છે કે, બુધવારે કેન્દ્ર સરકારે કલમ 377 પર પોતાનું કોઈ સ્ટેન્ડ મુકયું નહોતું અને સમગ્ર મામલો વડી અદાલત પણ છોડી દીધો હતો. હાલ વડી અદાલતના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા, જસ્ટીસ આર.એફ.નરીમાન, જસ્ટીસ એ.એમ.ખાનવીલકર, જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠ સુનાવણી કરી રહી છે.

ગઈકાલે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રાએ કહ્યું હતું કે, કુદરતમાં પ્રકૃતિ અને વિકૃતિનું સહઅસ્તિત્વ છે. એવા હજારો જીવ છે જે સમલૈંગિક સબંધ બાંધે છે. આ મામલે એડિશ્નલ સોલીશીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, હિન્દુ દાર્શનીક ગ્રંથોમાં પ્રકૃતિ અને વિકૃતિના સહઅસ્તિત્વની વાત દાર્શનીક અને આધ્યાત્મિક સંદર્ભમાં કરવામાં આવી છે જેને સેકસ્યુઅલીટી અને હોમોસેકસ્યુઅલીટી સાથે જોડીને જોવામાં ન આવે.

બીજી તરફ વડી અદાલતે કહ્યું છે કે, કલમ 377નો ચુકાદો લોક લાગણીથી નહીં પરંતુ કાયદાની મર્યાદામાં અપાશે.

અહીં ઉલ્લેખનીય છે કે, મોટાભાગના લોકો હોમોસેકસ્યુઆલીટીની કાયદેસરતાનો વિરોધ કરી રહ્યાં છે. મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાએ કહ્યું હતું કે, અમે બંધારણના આધારે ચુકાદો નકકી કરીએ છીએ. બહુમતિ કઈ રીતે મુદ્દાને જોવે છે તે ઉપરી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp