
ટ્વીટર પર DG શોભા ઓહટકર પર ફાયર અને હોમગાર્ડ સેવાઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યા બાદ લાઈમલાઈટમાં આવેલા IG વિકાસ વૈભવ (IPS વિકાસ વૈભવ)ને હવે તેમના જીવ પર ખતરો છે. સોમવારે IG વિકાસ વૈભવે ગૃહ વિભાગને આ અંગે પત્ર લખીને બદલી માટે અપીલ કરી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, મને ઘણા મહિનાઓથી પરેશાન કરવામાં આવી રહ્યો છે. હું અને મારો પરિવાર માનસિક રીતે ખૂબ જ અસ્વસ્થ છીએ. મને બીજા વિભાગમાં મોકલી આપવામાં આવે. હાલના વિભાગમાં એક દિવસ પણ કામ કરવું જોખમથી મુક્ત નથી. ત્યાં અપ્રિય ઘટનાઓ પણ બની શકે છે. વિકાસ વૈભવે વિભાગ ન બદલવો હોય તો તેમને રજા આપવાની માંગણી કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, DG શોભા ઓહટકરે વિવાદિત ટ્વીટ કેસમાં IG વિકાસ વૈભવને નોટિસ આપી છે. 9 ફેબ્રુઆરીએ આપવામાં આવેલી નોટિસમાં તેમને 24 કલાકમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તેઓ રજા પર હોવાથી તેમનો જવાબ મળી શક્યો ન હતો. IG વૈભવ એક ફેમિલી ફંક્શનમાં હાજરી આપવા માટે સિલીગુડી ગયા હતા. આવી સ્થિતિમાં IG સોમવારે સ્પષ્ટતાનો જવાબ આપે તેવી અપેક્ષા હતી.
જોકે, સોમવારે પૂર્વ મંજૂર રજા પરથી પરત આવતાં જ તેણે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો હતો અને DG શોભા આહોટકરને પોતાને અને પરિવાર માટે ખતરો હોવાનું જણાવીને ફરી એકવાર બધાને મૂંઝવણમાં મૂક્યા હતા. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, તેમણે સપ્ટેમ્બર 2022માં DG શોભા અહોટકરના દુર્વ્યવહારની ફરિયાદ જ નથી કરી, પરંતુ તેની સાથે અન્ય ઘણા અધિકારીઓએ પણ DGથી તેમને બચાવવાની વિનંતી લઈને ગૃહ વિભાગના ચક્કર લગાવ્યા છે.
IG વિકાસ વૈભવે આ પત્રમાં લખ્યું છે કે, DG શોભા અહોટકરે બળજબરીથી સજા કરાવવાના ઈરાદાથી બિહારી અને તેની પત્નીના નામથી અપશબ્દો કહ્યા છે. તેઓ તેમની સાથે કામ કરવાને લીધે જોખમમાં મુકાઈ શકે એમ છે. વિકાસ વૈભવે લખ્યું કે, કાર્યસ્થળ પર મારી સાથે અપ્રિય ઘટનાઓ બની શકે છે, મને નુકસાન પહોંચાડી શકે છે. આવા ઉચ્ચ અધિકારીના હાથ નીચે ફરજ બજાવવી શક્ય અને સલામત નથી.
IPS વિકાસ વૈભવે જણાવ્યું હતું કે, નિર્દોષ પરિવારના સભ્યો સાથે મારી સલામતીને ધ્યાનમાં રાખીને, જો કોઈ કારણોસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો, મને ઉક્ત વરિષ્ઠ અધિકારીના નિયંત્રણથી મુક્ત કોઈપણ અન્ય પોસ્ટ પર કામચલાઉ ધોરણે પોસ્ટ કરવા માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માટેની કૃપા કરવામાં આવે. જો કોઈ કારણોસર આ શક્ય ન હોય તો, 13 ફેબ્રુઆરી 2023ના રોજથી 60 દિવસની રજા આપી દો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp