2014 પછી 1,82,780 કરોડ રૂપિયાની લોન માફ, જાણો કયા રાજ્યમાં કેટલી

PC: downtoearth.org.in

દેશનમાં સૌથી પહેલા ખેડૂતોનું દેવું માફ કરવાની શરૂઆત પૂર્વ પ્રધાનમંત્રી વીપી સિંહે કરી હતી. 28 વર્ષ બાદ પણ લોન માફી ચૂંટણીનો સૌથી હિટ ફોર્મ્યૂલા રહ્યો છે. હાલમાં જ આ મુદ્દાએ કોંગ્રેસને 3 રાજ્યોમાં સત્તામાં વાપસી કરાવી હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીઓએ શપથ લીધાના ગણતરીના કલાકમાં લોન માફીની જાહેરાત કરી દીધી હતી.

1990મા વીપી સિંહ સરકારે દેશના ખેડૂતોના 10 હજાર કરોડ રૂપિયાની લોન માફ કરી હતી. ત્યાર બાદ સમય સમય પર સરકાર ખેડૂતોની લોન માફ કરતી રહી છે. રાજસ્થાનમાં 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે, જેના કારણે રાજ્ય સરકારને 18 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. મધ્ય પ્રદેશમાં 35 હજાર કરોડ અને છત્તીસગઢમાં છ હજાર કરોડનો ખર્ચ આવશે. આ સિવાય આસામમાં પણ BJP સરકારે ખેડૂતોની લોન માફી કરી છે.

2014 બાદ ક્યારે, ક્યા કેટલી થઇ લોન માફી

વર્ષ

રાજ્ય

લોન માફીની રકમ

2014

આંધ્ર પ્રદેશ

43000 કરોડ

2016

તામિલનાડુ

5780 કરોડ

2017 એપ્રિલ

ઉત્તર પ્રદેશ

36000 કરોડ

2017 જૂન

મહારાષ્ટ્ર

34000 કરોડ

2017 જુલાઇ

કર્ણાટક

34000 કરોડ

2017 સપ્ટેમ્બર

રાજસ્થાન

20000 કરોડ

2017 સપ્ટેમ્બર

પંજાબ

10000 કરોડ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp