હેલમેટ પહેર્યા પછી પણ થઇ શકે દંડ, સરકાર બદલી રહે છે આ નિયમ, જાણો કઇ રીતે

PC: epimg.net

હવે હાઈવે પર ચાલતા સમયે કે રસ્તા કિનારેથી હેલમેટ ખરીદવું ભારે પડી શકે છે. કેન્દ્ર સરકાર એક એવી યોજના પર કામ કરી રહી છે, જેમાં ટુ-વ્હીલર વાહનો પર લોકલ ક્વોલિટીનું હેલમેટ પહેરવા પર દંડ થઇ શકે છે. આ નિયમના લાગૂ થઇ ગયા પછી જો કોઇ ટુ-વ્હીલર ચાલક લોકલ હેલમેટ પહેરીને બહાર નીકળશે તો દંડ ફટકારવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય(Ministry of Road Transport and Highways)એ એક નોટિફિકેશન બહાર પાડી જણાવ્યું છે કે, ટુ-વ્હીલર ચાલકો માટે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ માપદંડ વાળા હેલમેટ પહેરવા ફરજિયાત રહેશે.

1 માર્ચથી લાગૂ થશે નવો નિયમ

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ હેલમેટના ઉત્પાદન અને વેચાણ માટે પણ નવો નિયમ લાગૂ કરવામાં આવી રહ્યો છે. સાથે જ લોકલ હેલમેટના મેન્યુફેક્ચરિંગ પર દંડ અને જેલની સજાની પણ જોગવાઇ છે. 1 માર્ચ 2021થી આ નિયમને દેશભરમાં લાગૂ કરી દેવામાં આવશે.

હેલમેટ પર BIS ચિન્હ પ્રિંટ કરવું રહેશે જરૂરી

હેલમેટનું ઉત્પાદન કરનારાઓએ ક્વોલિટી સ્ટેન્ડર્ડ વિશે જાણકારી આપવા માટે પ્રત્યેક હેલમેટ પર BIS વિનિયમ, 2018 અનુસાર ભારતીય માપદંડ બ્યૂરો પાસેથી એક લાયસન્સ હેઠળ માપદંડ ચિન્હ પણ પ્રિંટ કરાવવાનું રહેશે. જોકે, તેનો નિકાસ કરવામાં આવે છે તો આ ફરજિયાત રહેશે નહીં. નિકાસ કરવામાં આવનારા હેલમેટ પર વિદેશી ખરીદદારોની માગ અને જરૂરતના આધારે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. સરકારે પહેલેથી જ ક્લિઅર કરી દીધું છે કે, કોઈ પણ વ્યક્તિ જો આ આદેશોની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે તો BIS અધિનિયમ 2016 હેઠળ દંડ કરવામાં આવશે.

સરકારને સૂચનો મોકલવા માટે 30 દિવસનો સમય

આ નોટિફિકેશનમાં પરિવહન મંત્રાલયે 30 જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડી આપત્તિ અને સૂચનો માગ્યા છે. લોકો અને સંબંધિત કંપનીઓને સૂચનો આપવા માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો તમે પણ આ સંબંધમાં કોઇ સૂચન આપવામાં માગો છો તો લેટર લખી કે ઈમેલ કરી મોકલી શકો છો.

આની સાથે જ 4 સપ્ટેમ્બર 2020થી બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટુ-વ્હીલર હેલમેટ માપદંડો માટે એક નવી નોટિફિકેશ લાગૂ કરશે. રિપોર્ટ અનુસાર, નવા માપદંડોમાં હેલમેટનું વજન ઘટાડવામાં આવશે. હવે હેલમેટ વજનની સીમાને 1.5 કિલોગ્રામથી ઘટાડીને 1.2 કિલોગ્રામ કરી દેવામાં આવી છે. જે 2018માં લાગૂ કરવામાં આવ્યું હતું.

આ નિયમે ભારતમાં આયાત કરવામાં આવતા હેલમેટોના વેચાણ પર રોક લગાવી દીધી હતી. જે ISI માર્કના નહોતા અને BIS માપદંડ અનુસાર સીમિત વજન કરતા વધારે ભારે હતા. સંશોધિત માપદંડમાં હવે ઈમ્પોર્ટ કરવામાં આવેલા હેલમેટનું વેચાણ થઇ શકે છે, પણ હજુ પણ તેમણે ISI માપદંડોનું પાલન કરવાની જરૂરિયાત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp