ઓરિસ્સાના કટકમાં લોકમાન્ય તિલક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 40 મુસાફરો ઘાયલ

PC: timesnownews.com

કટકના નરગુંડી રેલવે સ્ટેશનની પાસે મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ. ટ્રેન પાટા પરથી ઉતરી જવાનું કારણ ગાઢ઼ ધુમ્મસ છે. સૂચના મળતા ટીમ રાહત બચાવનું કામ શરૂ કરી દીધું છે.

આ ઘટનામાં કોઈના મરવાની સૂચના નથી. જોકે, 40 મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી 6ની હાલત ગંભીર છે. ઘટના સ્થળે રેલવે એક્સીડન્ટ મેડિકલ વેન પહોંચી ગઈ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. સવાર-સવારમાં સલગાંવ અને નેરગુંડી સ્ટેશનની વચ્ચે આ ઘટના બની છે.

દરેક ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર, આ ટ્રેન દુર્ઘટનામાં 8 કોચને નુકસાન પહોંચ્યું છે. 5 કોચ પાટા પરછી ઉતરી ગયા જ્યારે 3 કોચ થોડા નીચે લટકી ગયા છે. આ ઘટનામાં કોઈના મોત થયા નથી.

આ છે હેલ્પલાઈન નંબરઃ

રેલવે મુસાફરોના પરિવાર માટે હેલ્પલાઈન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. કટક હેલ્પલાઈન ફોન નંબર છે-0671-1072 ,જ્યારે ખુર્દા રોડનો નંબર -0674-1072 છે. બીબીએસ હેડક્વાટર્સનો નંબર છે-18003457401/402 અને બીબીએસ સ્ટેશનનો નંબર છે- 0674-1072. પુરીનો હેલ્પલાઈન 06752-1072 જાહેર કરી દેવામાં આવ્યો છે.

ઘટનાનું કારણઃ

કટકની પાસે નરગુંડી રેલવે સ્ટેશનની પાસે સવાર સવારમાં મુંબઈ-ભુવનેશ્વર લોકમાન્ય તિલકે એક માલગાડીને ટક્કર મારી દીધી. ગાઢ ધુમ્મસ હતું. પાછળથી એક માલગાડી આવી રહી હતી. એ દરમિયાન સવારે 7 વાગ્યે માલગાડીનો ગાર્ડવાળો ડબ્બો ઊભી રહેલી ટ્રેન સાથે અથડાઈ ગઈ. જેને કારણે લોકમાન્ય તિલક એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp