પ્રેમિકાને મળવા પહોંચેલા પ્રેમીને પરિવારે આખી રાત માર માર્યો, સવારે જમાઈ બનાવ્યો

PC: tosshub.com

ક્યારેક સમાજમાં એવી પણ ઘટના બને છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પણ આવું બનતું હોય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી છે જ્યારે રાત્રે એક યુવકે પરિવારજનોનો માર ખાધો અને બીજા દિવસે જમાઈ બની ગયો. ઉત્તર પ્રદેશના રામપુરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં અડધી રાત્રે પ્રેમીકાને મળવા માટે પહોંચેલા પ્રેમીને પકડીને પરિવારજનોએ ધોલાઈ કરી. એક રૂમમાં બંધ કરીને યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. દિવસ થતા જ આરોપી યુવાનને પોલીસને સોંપી દેવાયો. કેસથી બચવા માટે કેટલાક લોકોએ સમાધાન કરી લેવા માટેનું સૂચન પણ કર્યું.

આખી રાત ઢોરની જેમ માર માર્યા બાદ પરિવારજનોએ આ યુવાનને જમાઈ તરીકે સ્વીકારી લીધો. આ કેસ રામપુરના અજીમનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેહંદીનગરના સુમાલી ગામનો છે. જ્યાં આ યુવકની પ્રેમીકા રહેતી હતી. સ્વાર વિસ્તારનાા ગદ્દી નગલી ગામનાા નિવાસી પ્રેમસિંહનું મેહંદીનગરના સુમાલીની લક્ષ્મી નામની યુવતી સાથે અફેર હતું. આ યુવક અવારનવાર લક્ષ્મીને મળવા માટે ગામમાં આવતો હતો. યુવક આશરે 12 વાગ્યે પ્રેમીકાને મળવા માટે લક્ષ્મીના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ આવ્યું છે એની જાણ થતા પરિવારજનો એલર્ટ થઈ ગયા. પરિવારજનોએ છુપી રીતે એને જોયો ત્યારે પરિવારજનો ચોંકી ગયા હતા. પ્રેમી કંઈ સમજે કે વિચારે એ પહેલા જ પરિવારજનોએ પકડીને રૂમમાં પૂરી દીધો હતો. મોટો હોબાળો અને ધમાલ થતા આસપાસમાંથી પણ લોકો આવ્યા અને પ્રેમીની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ કેસમાં પોલીસ ઉચ્ચ અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે, આ અંગેની ફરિયાદ આવતા યુવકનો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

યુવકના પરિવારના લોકો પણ આવ્યા હતા. ત્યાર બાદ બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત કરાવવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોએ વિવાહનો નિર્ણય લીધો અને જે યુવાનની રાત્રે ધોલાઈ કરી હતી એને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. પછી બંનેએ અજીમનગર વિસ્તારમાં આવેલા એક નાનકડા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ ઘટનાની સમગ્ર રામપુરમાં ચર્ચા થઈ રહી છે. જોકે, પોલીસે બંનેનું નિવેદન પણ નોંધ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp