એક મહિનામાં બીજીવાર રાંધણગેસના ભાવમાં વધારો

PC: qrius.com

રાંધણ ગેસ LPGના ભાવમાં 2 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે LPG ડીલરોના કમિશન વધાર્યા બાદ આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, 14.2 કિલોના સબસિડીવાળા LPG સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 507.42 રૂપિયા હશે, જે પહેલા 505.34 રૂપિયા હતા.

આ અગાઉ, પેટ્રોલિયમ મંત્રાલયે ડીલર કમિશન વધારવાના આદેશ આપ્યા હતા. આદેશમાં મંત્રાલયે જણાવ્યુ હતુ કે, 14.2 કિલો અને 5 કિલોના સિલિન્ડર પર ઘરેલૂ LPG વિતરકોનું કમિશન અગાઉ સપ્ટેમ્બર 2017માં ક્રમશઃ 48.89 રૂપિયા અને 24.20 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. પરંતુ, પરિવહન ખર્ચ, વેતન વગેરેમાં વધારાને જોતા LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે, વિતરકોનું કમિશન 14.2 કિલોના સિલિન્ડર માટે વધારીને 50.58 રૂપિયા પ્રતિ સિલિન્ડર તેમજ 5 કિલોગ્રામના સિલિન્ડર મામલામાં 25.29 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યું છે.

એક મહિનામાં બીજીવાર LPG સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. આ અગાઉ પહેલી નવેમ્બરે 2.84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જુનથી LPG સિલિન્ડરના ભાવ દર મહિને વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp