મહિલાઓને BJP ધારાસભ્યની સલાહઃ વાંઝણી રહો, પરંતુ આવા બાળકોને જન્મ ન આપો

PC: newsx.com

ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યનું વિવાદીત સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. મધ્ય પ્રદેશના ગુનાથી BJP ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ મહિલાઓને લઈને એક સ્ટેટમેન્ટ આપ્યું છે, જેમાં તે મહિલાઓને બાળકોને જન્મ આપવા પર સલાહ આપતા જોવા મળે છે.

ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ કહ્યું હતું કે, મહિલાઓ વાંઝણી રહે, પરંતુ આવા બાળકોને જન્મ ન આપે, જે સંસ્કારી ન હોય અને જે સમાજમાં વિકૃતિ પેદા કરતા હોય. એક કાર્યક્રમને સંબોધિત કરતી વખેત તેમણે કહ્યું હતું કે, કોંગ્રસે ગરીબી હટાઓના નારા સાથે આવી, પરંતુ તેણે ગરીબીની જ હટાવી દીધી.

તેમણે કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું હતું કે કોંગ્રેસના શાસનકાળમાં ભૂલ બનીને આવનારા નેતા પેદા થયા છે. મહિલાઓ વાંઝણી રહે, પરંતુ એવા બાળકો ન પેદા કરે જે સંસ્કારી ન હોય અને સમાજમાં વિકૃતિ પેદા કરે.  BJPના આ ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિરાટે પૈસા ભારતમાં કમાયા, પરંતુ લગ્ન કરવા માટે તેને ભારતમાં કોઈ જગ્યા મળી ન હતી. હિંદુસ્તાન એટલું અછૂત છે. તેઓ મધ્ય પ્રદેશની ગુના વિધાનસભા સીટના ધારાસભ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp