ટુ-વ્હિલર ગાડીના રજિસ્ટ્રેશન માટે ફરજિયાત ખરીદવા પડશે 2 હેલમેટ

PC: thenewsminute.com

મધ્ય પ્રદેશમાં હવે ટુ-વ્હિલર વાહન ખરીદતી વખતે ડીલર પાસેથી 2 હેલમેટ પણ અનિવાર્યપણે ખરીદવા પડશે. નહીં તો વાહનનું રજિસ્ટ્રેશન નહીં થશે. ગુરુવારે પરિવહન આયુક્ત  ડૉ. શૈલેન્દ્ર શ્રીવાસ્તવે તમામ ક્ષેત્રીય તેમજ જિલ્લી પરિવહન અધિકારીને આ સંબંધમાં નિર્દેશ આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મોટરયાન અધિનિયમ 1998ની ધારામાં પ્રાવધાન છે કે, કોઈપણ વર્ગ તેમજ વર્ણની મોટરસાયકલને ચલાવનારા અને તેના પર બેસનારા દરેક વ્યક્તિએ હેલમેટ ફરજિયાત પહેરવી પડશે. આ સંબંધમાં હાઈકોર્ટે પણ નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ પણ તેનું પાલન નથી થઈ રહ્યું. આથી, પરિવહન આયુક્તે આ નિર્દેશ આપ્યા છે. 1 જુલાઈથી તેનો કડકાઈપૂર્વક પાલન કરવામાં આવશે.

પહેલીવાર વર્ષ 2014માં પ્રમુખ સચિવ તરફથી નિર્દેશ આપવામાં આવ્યા હતા, આ નિયમ અનુસાર, વાહન ખરીદનારી વ્યક્તિએ ટુ-વ્હીલર ખરીદતી વખતે ડીલર પાસેથી જ બે હેલમેટ પણ ખરીદવા પડશે અને તે હેલમેટ ખરીદ્યાની રસીદ વાહન રજિસ્ટ્રેશન કરાવવા જતી વખતે ત્યાં જમા કરાવવાની રહેશે. તેમજ આ આખી જ પ્રક્રિયા ઓનલાઈન કરી દેવામાં આવી હોવાથી કોઈપણ પ્રકારની તેમાં ગડબડી કરાશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp