કુંભમેળામાં માધ પૂર્ણિમાએ 80 લાખો શ્રદ્ધાળુઓ કરશે સ્નાન

PC: twitter.com/PrayagrajKumbh

કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખીને કુંભ મેળાના પાંચમા પ્રમુખ સ્નાન પર્વ માધ પૂર્ણિમા સ્નાન માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે કુંભમેળામાં માધ પૂર્ણિમા સ્નાનના અવસર પર લાખો શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે. આજે અંદાજે 80 લાખ શ્રદ્ધાળુઓના ગંગા અને સંગમમાં સ્નાન કરવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 

કુંભ મેળાધિકારીએ જણાવ્યું હતું કે, કુંભમેળામાં માધ પૂર્ણિમા સ્નાનને લઈને જો વધુ સુરક્ષા દળોની જરૂર પડશે તો રિઝર્વથી ફોર્સ લઈને તત્કાલ તૈનાત કરવામાં આવશે. હાલ કુંભમેળા માટે પર્યાપ્ત સુરક્ષા બળ છે. કુંભમેળા વિસ્તારમાં 96 કન્ટ્રોલ વોચ ટાવર બનાવવામાં આવ્યા છે. ઉપરાંગ 440 સીસીટીવી કેમેરાની મદદથી સતત વોચ રાખવામાં આવી રહી છે. ત્રિવેણી સ્નાન માટે સવારથી શ્રદ્ધાળુઓની લાઈન લાગેલી છે. મોડી સાંજ સુધી અંદાજે 70થી 80 લાખ લોકોના સ્નાન કરવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp