મેજિસ્ટ્રેટના ઘરમાં ઘૂસ્યા ચોર, કીચનમાંથી 5 રોટલી ચોરી, પોલીસ ડોગ લઈ શોધવા નીકળી

PC: news18.com

મધ્ય પ્રદેશના સીધીમાં લોકડાઉન અને પૂરા શહેરમાં પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ચોરી થઈ ગઈ. આ ચોરી ત્યાંના ન્યાયિક મજિસ્ટ્રેટના ઘરે થઈ હતી. જે તે વિસ્તારમાં ચર્ચાનો વિષ્ય બન્યો છે. ચોર ઘરમાંથી 5 રોટલી અને 1900 રૂપિયા ચોરી કરી ગયા. શહેરમાં પોલીસ તૈનાત છે. ન્યાયિક મજિસ્ટ્રેટના સરકારી આવાસમાં થયેલી ચોરીએ પોલીસ પ્રશાસનની પોલ ખોલી છે. જિલ્લા ન્યાયાલયમાં પદસ્થ ન્યાયિક મજિસ્ટ્રેટ વિવેક કુમાર સિંહના સરકારી ઘરમાં ચોરી થઈ. જેમાં હેરાનીની વાત એ રહી કે આ ચોરો રસોડામાં રાખેલી રોટલી ચોરી ગયા.

રોટલી ચોરી ગયા

ચોરીની આ ઘટના ચર્ચાનો વિષય બની છે. કારણ કે લોકડાઉન દરમિયાન કડી સુરક્ષા હોવા છતાં ન્યાયિક મજિસ્ટ્રેટના ઘરમાં ચોરી થઈ. પણ ચોરોએ મોટી રકમ ન ચોરતા રસોડામાં રાખેલી રોટલી ચોરી ગયા. આ ઉપરાંત ચોરો 1900 રૂપિયા પણ ચોરી ગયા. સૂચના મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી, પણ કંઇ મળ્યું નહીં.

બારીની જાળી કાપી ચોર ઘૂસ્યા

કહેવામાં આવી રહ્યું છે કે, ચોર ઘરની પાછળની બારીની જાળી કાપીને રસોડામાં દાખલ થયા હતા. ત્યાંથી રોટલી અને રૂમમાં લટકેલા પેંટમાંથી 1900 રૂપિયા ચોરી કરી ગયા. રસોડા અને રૂમમાં રાખેલા સામાનને પણ ચોરોએ વિખેરી નાખ્યો. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યો છે અને ચોરોની શોધ ચાલી રહી છે. તેના માટે શ્વાનોને પણ બોલાવવામાં આવ્યા. પણ ચોરોની ખબર હજુ સુધી થઈ નથી.

પ્રાથમિક વિદ્યાલયના રસોઈ ઘરમાંથી સામાન ચોરી લીધો

આ પહેલા ઉત્તર પ્રદેશના મહારાજગંજ જિલ્લામાં ચોરોએ પ્રાથમિક વિદ્યાલયના રસોઈ ઘરમાંથી સામાન ચોરી લીધો. જેમાં ગેસ સિલિન્ડર, ચૂલ્હો, વાસણ બધી વસ્તુ ગાયબ હતી. ગુરુવારે સવારે 6 વાગ્યે જ્યારે વિદ્યાલયના રસોઈયાના પતિએ પ્રાથમિક વિદ્યાલયનું રસોડુ ખોલ્યું તો બધો સામાન ગાયબ હતો, ત્યાર પછી તેણે શાળાના પ્રધાનાધ્યાપક રઘુવર કુમાર મદ્વેશિયાને ચોરીની સૂચના આપી. પ્રધાનાધ્યાપકને સૂચના મળતા તે વિદ્યાલય પહોચ્યા અને પોલીસને આ બાબતે જાણ કરી. સૂચનાની જાણ થતાં મુજુરી પોલીસે તપાસ શરૂ કરી. મુજુરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કૃષ્ણ કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, ચોરીની ઘટના અંગે સૂચના મળી છે અને તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp