દિલ્હી-ઝારખંડ બાદ હવે આ રાજ્ય કરી રહ્યું છે મફત વીજળી આપવાની તૈયારી

PC: dailyhunt.in

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની જીતમાં વીજળી-પાણી મફત યોજનાનું મહત્ત્વનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. આથી, દિલ્હી સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ હવે મફત વીજળી આપવા અંગે વિચાર કરી રહી છે. પરંતુ ત્રણ અલગ-અલગ પાર્ટીઓની ગઠબંધન સરકાર હોવાના કારણે આ મુદ્દા પર અંદરો-અંદર સહમતિ નથી બની શકી.

દિલ્હીમાં AAPની વિધાનસભા ચૂંટણીમાં જીતની પાછળ મફત વીજળી અને પાણીની યોજનાનો મહત્ત્વનું યોગદાન છે. આથી, હવે અન્ય પ્રદેશોની સરકારો પણ મતદાતાઓને લલચાવવા માટે આ પ્રકારના પગલાં ઉઠાવવા અંગે વિચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના કોટાના ઉર્જા મંત્રી બનાવવામાં આવેલા નિતિન રાઉતે તો પોતાના વિભાગને 100 યુનિટ સુધી મફત વીજળી આપવા અંગે જરૂરી અધ્યયન કરવાનો આદેશ પણ આપી દીધો છે.

નિતિન રાઉતે કહ્યું કે, 100 યુનિટ સુધી વીજળી મફત કરવાનો નિર્ણય લેતા પહેલા ઘણી વાતો પર વિચાર કરવાની જરૂર છે. મેં વિભાગને મફત વીજળી પર અધ્યયન કરવા માટે કહ્યું છે. પરંતુ મહારાષ્ટ્રનું નાણા મંત્રાલય સંભાળી રહેલા NPAના નેતા અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર મફત વીજળી યોજનાની વિરુદ્ધ ઊભા થયા છે. આથી NPA હજુ સુધી આવો કોઈ પ્રસ્તાવ ન આવવાનું બહાનું બનાવી રહી છે.

જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વીજળી વિભાગ પહેલાથી જ ખૂબ જ નુકસાન વેઠી રહ્યું છે. આશરે 33 હજાર કરોડ રૂપિયા કરતા વધુ વીજળીના બિલની વસૂલી કરવાની બાકી છે. એવામાં મુખ્ય વિપક્ષી દળ BJPને સરકારને ઘરવાની તક મળી ગઈ છે.

મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનું નેતૃત્વ શિવસેનાના હાથમાં છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીનો વાયદો પહેલાથી જ ગળાની ફાંસ બની ચુક્યો છે. એવામાં 100 યુનિટ વીજળી મફત આપવાની યોજના રાજ્યની આર્થિક હાલતને વધુ ખરાબ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp