હિમાચલના મંડીમાં લૅન્ડસ્લાઇડ, ઘણાં વાહનો દબાયા, 50ના મોત

13 Aug, 2017
11:31 AM
PC: Emaze

હિમાચલ પ્રદેશ, મંડી જિલ્લાના કોટરૂપી વિસ્તારમાં લૅન્ડસ્લાઇડના કારણે ઘણાં લોકોનું મૃત્યુ થયું હતું. આ હોનારતની અડફેટે બે બસ આવી ગઈ હતી. હિમાચલ પ્રદેશના પરિવહન મંત્રીએ કહ્યું હતું કે ઘટનામાં લગભગ 50 લોકોના મોતની આશંકા છે. ઘટનાસ્થળે રાહતકાર્ય મધરાતે 2 વાગ્યાનું શરૂ થઈ ગયું છે. ઘણાં લોકો હજુ પણ ભારે પથ્થરો વચ્ચે ફસાયા હોવાના કારણે પ્રશાસને બચાવકાર્ય માટે સેના અને NDRFની ટીમોને બોલાવી હતી.

Leave a Comment: