લો બોલો...બંદૂકથી કેક કાપીને બર્થ ડેની ઉજવણી થઈ, જુઓ VIDEO

PC: livehindustan.com

ઉત્તર પ્રદેશના મેરઠમાં કેટલાક છોકરાઓએ જાહેરમાં પોતાનો જન્મદિન ઉજવ્યો, જેમાં કેકને ફૂટપાથ પર રાખીને બાદમાં તેને બંદૂકથી કાપવામાં આવી. આ દરમિયાન અનેક વખત ફાયરિંગ કરવામાં આવ્યું. આ બર્થડેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે મેરઠ પોલીસે પણ તરત જ હરકતમાં આવી ને જણાવ્યું કે, આ વીડિયો અહીંનો નથી.

શનિવારે સાંજે 20 સેકન્ડના આ વીડિયોએ ટિકટૉક અને ટ્વીટર પર ધૂમ મચાવી હતી. ટિકટૉક પરના પ્રોફાઈલ એડ્રેસની શોધખોળ હાથ ધરતા જાણવા મળ્યું કે, આ યુવક મેરઠનો જ છે. આ વીડિયોમાં 5-6 યુવકો રસ્તાની વચ્ચે ઉભા છે અને તેમણે કેક સાઈડમાં ફૂટપાથ પર રાખેલી છે. જેમાંથી એક યુવકના હાથમાં બંદૂક છે. આ વીડિયો પીયુષ રાજ નામના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

આ બંદૂક દ્વારા કેક ઉપર બે વાર નિશાન સાધવામાં આવે છે, જેમાં પ્રથમ વખત નિષ્ફળતા મળે છે. જો કે બીજીવાર નિશાનો સાધતા કેક કપાઈ જાય છે. અનેક લોકોએ આ વીડિયો ટ્વીટર પર શેર થયા બાદ ખૂબ વાયરલ થયો હતો. જે બાદ મેરઠ પોલીસ હરકતમાં આવીને રિટ્વીટમાં જવાબ આપ્યો કે, આ વીડિયો મેરઠનો નથી.

અહીંના ટીપીનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અરબન સિટીમાં શનિવારે બર્થડે પાર્ટીમાં ફાયરિંગની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ફાયરિંગ કરનાર યુવકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસનું કહેવું છે કે, દારૂના નશામાં ધૂત યુવકોના ફાયરિંગની ઘટના ખોટી છે. અહી કેટલાક યુવકો માત્ર કેક કાપી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp