26th January selfie contest

જામથી હેરાન થઈ પોલીસ સ્ટેશન પહોંચ્યો વ્યક્તિ, તો SPએ બનાવી દીધો ઓફિસર, પછી...

PC: googleusercontent.com

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં કંઇક એવું થયું કે, જેને વાંચીને તમે પોતે પણ હેરાનીમાં મૂકાઈ જશો. એક સામાન્ય માણસ જ્યારે ટ્રાફિક જામની ફરિયાદ લઈને SP ઓફિસ પહોંચ્યો તો પોલીસે તરત 2 કલાક માટે તે વ્યક્તિને ટ્રાફિક વ્યવસ્થા માટે લગાવી દીધો. મંગળવારે ફિરોઝાબાદના સુભાષ ચોક પર એક વ્યક્તિ સોનૂ ચૌહાણ ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો. ટ્રાફિક જામની ફરિયાદ કરવા તે SP ઓફિસ પહોંચી ગયો.

SP સચિન્દ્ર પટેલની સામે જ્યારે સોનૂએ ફરિયાદ કરી તો SPએ સોનૂને 2 કલાક માટે ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે કહી દીધું. અને સોનૂને સર્કલ અધિકારીના પદ પર યાતાયાત સ્વયંસેવકના રૂપમાં નામિત કરી દીધો. સોનૂને યાતાયાત સુરક્ષા કવચ-હેલમેટ આપવામાં આવ્યું અને એક પોલીસ SUVમાં બેસાડવામાં આવ્યો. જેમાં તેની સાથે અન્ય ઘણાં પોલીસકર્મી પણ હતા, જેઓ ચોક પર ટ્રાફિક વ્યવસ્થામાં ફરજ બજાવી રહ્યા હતા.

સોનૂના આદેશોનું પાલન કરતા રોન્ગ સાઈડ અને રોન્ગ પાર્કિંગ માટે કુલ 8 ચલણ કાપવામાં આવ્યા. તો 1600 રૂપિયા દંડના રૂપે વસૂલવામાં આવ્યા. પોલીસ આ પ્રોયગને જારી રાખશે અને ટ્રાફિકની સ્થિતિમાં સુધારા માટે સામુદાયિક ભાગીદારીને પણ સુનિશ્ચિત કરશે. ટ્રાફિક જામની ફરિયાદ કરવા આવનાર સોનૂના આદેશોનું પાલન 2 કલાક સુધી ટ્રાફિક ઈન્સપેક્ટરોએ કર્યું.

સોનૂએ કહ્યું, આ પ્રયોગે મને ટ્રાફિક અધિકારીઓની સમસ્યા અને તે સમસ્યા સમજાવી જે આપણે સૌ જનતાના સભ્યો નિયોમોનું પાલન નહીં કરતા કરીએ છે. જો કોઈ એક વ્યક્તિ નિયમોનું પાલન નથી કરતી તો આખી ટ્રાફિક વ્યવસ્થા પર તેની અસર પડે છે. આ પ્રયોગ પછી હું એક જવાબદાર નાગરિક બની ગયો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp