યુવકોએ કારોને બનાવી એમ્બ્યુલન્સ, દર્દીઓને ફ્રીમાં પહોંચાડી રહ્યા છે હોસ્પિટલ

PC: aajtak.in

કોરોના વાયરસે આખા દેશમાં અફરાતફરીનો માહોલ બનાવી નાંખ્યો છે. હૉસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે એડમિટ કરવા માટે નથી મળી રહ્યા બેડ કે નથી મળી રહ્યા ઓક્સિજન સિલિન્ડર. તો ક્યાંક એવી પરિસ્થિતિ છે કે દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી રહી નથી, જેથી લોકોને પ્રાઇવેટ સાધનો વડે હૉસ્પિટલમાં પહોંચવું પડે છે. આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો તન, મન અને ધનથી લોકોની સેવા કરવા લાગ્યા છે. થોડાં દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં એક યુવકે પોતાની પત્નીના ઘરેણાં વેચીને રિક્ષાને એમ્બ્યુલન્સ બનાવી દીધી હતી. જે દર્દીઓને સારવાર માટે ફ્રીમાં લઇ જાય છે.

તો હવે મધ્ય પ્રદેશના બાલાઘાટના નક્સલી પ્રભાવિત બૈહરમાં એક યુવા બિઝનેસમેને પોતાની 4 લગ્ઝરી કારોને એમ્બ્યુલન્સ બનાવી દીધી છે. યુવકનું કહેવું છે કે, સંક્રમણના આ સમયમાં એમ્બ્યુલન્સ ચાલક લોકો સાથે મનમાની કરીને પૈસા વસૂલી રહ્યા છે. એવામાં આ યુવક પોતાના મિત્રો સાથે મળીને ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અને સક્ષમ લોકોને માત્ર ડીઝલના ખર્ચ પર એમ્બ્યુલન્સ સેવા આપી રહ્યો છે. યુવકની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઈનોવા, હોન્ડા સિટી જેવી લગ્ઝરી કારો દર્દીઓને લઈ જવા માટે બેડ સાથે તૈયાર છે. આદિવાસી બહુધા વસ્તી ધરાવતા બૈહરમાં એમ્બ્યુલન્સની અછત અને એમ્બ્યુલન્સ ચાલકોની મનમાનીથી ભાવ વસુલવાના કારણે અહીંયા યુવાઓએ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક લઈ જવા માટે આ વ્યવસ્થા તૈયાર કરી છે. તો શહેરના સક્ષમ લોકો એકબીજા પાસે ફંડ એકત્ર કરીને દર્દીઓ માટે ડીઝલની વ્યવસ્થા કરે છે અને જે સક્ષમ લોકો છે તેમને માત્ર ડીઝલ ખર્ચની કિંમતે જ એમ્બ્યુલન્સ આપવામાં આવે છે.

યુવા વેપારોઓની આ પહેલ કોરોનાના કપરા કાળમાં ગરીબો માટે મોટી મદદ સાબિત થઈ રહી છે. લગ્ઝરી કારને એમ્બ્યુલન્સ બનાવનારા બંટી જૈને એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે લોકોએ એકબીજા સાથે મળીને પોતાની ગાડીઓને એમ્બ્યુલન્સમાં કન્વર્ટ કરી છે. જેમાં ઓક્સિજન સિલિન્ડર પણ લગાવવામાં આવ્યા છે, જેથી ગરીબ દર્દીઓને સુવિધા વિહીન ક્ષેત્રમાંથી હૉસ્પિટલ સુધી લઈ જઈ શકાય. આ પૂરું કામ ગરીબ દર્દીઓ માટે નિઃશુલ્ક કરવામાં આવી રહ્યું છે.

તેમના વધુ એક સાથી મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, જ્યારે કોઈ ગરીબ દર્દીએ બહારથી હૉસ્પિટલમાં એડમિટ થવા જવાનું હોય છે તો અમે લોકો એકબીજાને સહયોગ કરીને ડીઝલ અને બાકી વ્યવસ્થા કરીએ છીએ અને દર્દીને નિઃશુલ્ક હૉસ્પિટલ સુધી ઓક્સિજન સપોર્ટ સાથે પોતાની ગાડીઓમાં પહોંચાડી દઈએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp