ભોજન વિતરણ કરતા કરતા ભીખ માગનારી યુવતી સાથે થયો પ્રેમ, યુવકે કર્યા લગ્ન

PC: intoday.in

લોકડાઉન દરમિયાન ઘણી એવી કહાનીઓ સામે આવી છે, જેને સાંભળીને અને જોઈને તમે પણ હેરાનીમાં મૂકાઈ જશો. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. જ્યાં ફૂટપાથ પર ભોજન વિતરણ કરતા સમયે એક યુવકને ભીખ માગનારી યુવતી સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નમાં ઘણાં લોકો સામેલ થયા હતા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પૂરેપુરુ ધ્યાન રાખવામાં આવ્યું.

સમય ક્યારે, કોનો, કઈ રીતે બદલાઈ જાય તેની જાણ કોઈને હોતી નથી. ગરીબીને કારણે ફૂટપાથ પર ભિખારીઓની સાથે બેસનારી નીલમને જે યુવક રોજ ભોજન આપતો હતો, તે યુવકે જ નીલમની સાથે સાત ફેરા ફરી લગ્ન કરી લીધા અને તેને પોતાની દુલ્હન બનાવી લીધી. સામાજિક વિચારસરણી બદલનારા આ લગ્ન વિશે જેણે પણ સાંભળ્યું તે હેરાનીમાં મૂકાઈ ગયા.

નીલમના પિતા નથી, મા પેરાલિસિસથી પીડિત છે. ભાઈ અને ભાભીએ મારપીટ કરીને ઘરથી ભગાવી દીધી હતી. નીલમ પાસે ગુજારો કરવા માટે કશુ હતું નહીં. માટે તે લોકડાઉનમાં ખાવા માટે ફુટપાથ પર ભિખારીઓ સાથે લાઈનમાં બેસતી હતી. અનિલ તેના માલિકની સાથે રોજ ભોજન વિતરણ કરવા આવતો હતો. આ દરમિયાન જ્યારે અનિલને નીલમની મજબૂરીઓ વિશે જાણ થઈ તો તેને પ્રેમ થઈ ગયો. પછી શું હતું ભિખારીઓની લાઈનમાંથી નીકળીને નીલમ સાત જનમ માટે તેની જીવનસંગીનિ બની ગઈ.

અનિલ એક પ્રોપર્ટી ડીલરને ત્યાં ડ્રાઈવર છે અને તેનું પોતાનું ઘર છે. માતા-પિતા, ભાઈ બધા જ છે. જ્યારે નીલમનું જીવન ફૂટપાથ પર ભીખ માગી પસાર થતું હતું. તેને તો એવી કોઈ આશા પણ નહોતી કે તેની સાથે કોઈ લગ્ન પણ કરશે. આ લગ્ન કરાવવામાં અનિલના માલિક લાલતા પ્રસાદનો સૌથી મોટો ફાળો રહ્યો. અનિલ જ્યારે દિવસે ભોજન વિતરણ કરી આવતો હતો, તો તેમની સાથે નીલમને લઈ વાતો કરતો હતો. લાલતા પણ અનિલની ભાવના સમજી ગયા. ત્યાર પછી લાલતા પ્રસાદે અનિલના પિતાને લગ્ન માટે રાજી કર્યા અને બંનેના લગ્ન કરાવી દીધા.

લાલતા પ્રસાદનું કહેવું છે કે, અનિલ અમારી સાથે ભોજન વિતરણ કરવા આવતો હતો અને પછી તેને નીલમ સાથે લગાવ થઈ ગયો. આ બાબતે જ્યારે મેં અનિલ સાથે ચર્ચા કરી તો મેં તેને રાતે પણ ભોજન વિતરણ કરવાનું કહ્યું. પછી અનિલ પોતે જમવાનું બનાવી તેને વિતરણ કરવા જવા લાગ્યો. ત્યાર પછી લાલતા પ્રસાદે અનિલના પિતાને રાજી કર્યા અને અનિલ-નીલમના લગ્ન કરાવી દીધા. તેમનું કહેવું છે કે, ભગવાનની કૃપાથી બંને દીકરા-દીકરી ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp