બસમાં બેઠેલો છોકરો કરી રહ્યો હતો હસ્તમૈથુન, છોકરીએ સાહસ બતાવીને…

કેરળમાં ગત બુધવારે કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC) ની બસમાં એક છોકરા દ્વારા બાજુમાં બેઠેલી છોકરી સાથે અભદ્રતા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 28 વર્ષીય છોકરીની બાજુમાં બેઠેલા વ્યક્તિએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ બહાર કાઢ્યો અને માસ્ટરબેટ પણ કરવા માંડ્યો. છોકરીએ ડર્યા વિના છોકરાને પકડાવ્યો અને તેની વિરુદ્ધ પોલીસમાં FIR પણ દાખલ કરાવી. પોલીસે આરોપી છોકરાની ધરપકડ કરી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નંદિતા સંકરા નામની એક છોકરી KSRTCની બસમાં થ્રિસૂરથી નેદુમબાસ્સેરી થઈ રહી હતી. સવાદ શા નામનો એક યુવક બસમાં ચઢ્યો અને નંદિતાની પાસે જઇને બેસી ગયો.
થોડીવાર બાદ આરોપીએ નંદિતાને ખોટી રીતે ટચ કરવાનું શરૂ કર્યું. નંદિતા તેનાથી દૂર જવાનો પ્રયત્ન કરી રહી હતી. આ દરમિયાન તેણે જોયુ કે, આરોપીએ પોતાની પેન્ટની ઝિપ ખુલ્લી રાખી છે અને માસ્ટરબેટ કરી રહ્યો છે. નંદિતાએ આરોપીનો વીડિયો બનાવવાનો શરૂ કરી દીધો અને તેને સવાલ કર્યો. આરોપીએ તમામ આરોપોને ખોટાં ગણાવ્યા અને બસમાંથી ઉતરવાનો પ્રયત્ન કર્યો.
બસ કંડક્ટર નંદિતાની મદદ માટે આગળ આવ્યો. આરોપીને પકડવાનો અને તેની પૂછપરછ કરવાનો પ્રયત્ન કર્યો. કંડક્ટરે પૂછ્યું કે, શું નંદિતા ફરિયાદ દાખલ કરાવવા માંગે છે. નંદિતાએ હાં કહ્યું અને કંડક્ટરે ડ્રાયવરને બસ પોલીસ સ્ટેશન તરફ લઇ જવા માટે કહ્યું. આરોપી બધા જ આરોપોને નકારી રહ્યો હતો પરંતુ, બાદમાં તેણે બસ કંડક્ટરની સાથે ધક્કા-મુક્કી કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો.
આરોપી વધુ દૂર ના ભાગી શક્યો. કંડક્ટર અને ડ્રાયવરે તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. નંદિતાએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું, FIR દાખલ કરાવી. નંદિતાએ એક વીડિયો પણ શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નંદિતાએ ઘટનાની કેટલીક ક્લિપ્સ શેર કરી છે.
નંદિતાએ એક ન્યૂઝ પેપરના પ્રતિનિધિ સાથે આ ઘટના અંગે વાતચીત કરી હતી અને બસના સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે, તેનું રિએક્શન બીજી મહિલાઓ માટે સંદેશ છે. નંદિતાએ કહ્યું, જો કોઈ મહિલાની સાથે આવુ થાય તો તેણે તરત જ રિએક્ટ કરવું જોઈએ અને આવા લોકોની જરા પણ ડર્યા વિના ફરિયાદ કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp