કાર ડ્રાઈવ કરતી વખતે હેલમેટ ન પહેર્યું તો ફટકાર્યો દંડ પછી કારમાલિકે...

PC: mensxp.com

નવા ટ્રાફિક નિયમો આવ્યા પછી ટ્રાફિક પોલીસ હવે ફુલ એક્શન મોડમાં આવી ગઈ છે, અને નિયમોનું પાલન ન કરનારાઓને દંડ ફટકારી રહી છે. એક સ્કૂટી ચાલકને 23 હજારનો દંડ ફટકાર્યો કારણ કે તેની પાસે દસ્તાવેજો નહોતા, એવાં ઘણાં નોખા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં ઉત્તર પ્રદેશના અલીગઢમાં કાર ચાલકને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, કારણ કે તેણે કારમાં હેલ્મેટ પહેર્યું નહોતું.

વાંચીને તમે પણ ચોંકી ગયા ને!! કારણ કે કારમાં હેલ્મેટની જરૂર પડતી જ નથી. તેમ છતાં કાર ચાલને કારમાં હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 1 સપ્ટેમ્બરથી નવો મોટર વ્હિકલ એક્ટ લાગૂ થયો છે, જ્યારે તે કાર ચાલકનું ચલણ 27 ઓગસ્ટે જ કાપવામાં આવ્યું હતું.

જો તમને ખબર હોય તો, કારમાં હેલ્મેટ પહેરવું એવો કોઈ નિયમ છે જ નહી. કાર ચાલકના ચલણમાં તેમની કારનો નંબર અને હેલ્મેટ ન પહેર્યું હોવાને કારણે 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. હવે કાર ચાલક પિયૂષ વર્ષનેય વિરોધમાં રોજ કારમાં હેલ્મેટ પહેરીને નીકળે છે.

પિયૂષે કહ્યું, મને ઈ-ચલણ મળ્યું. 500 રૂપિયાનો દંડ એટલા માટે કરવામાં આવ્યો કારણ કે મેં કારમાં હેલ્મેટ પહેર્યું નહોતું. એ ડરના લીધે હવેથી હું રોજ કારમાં હેલ્મેટ પહેરીને નીકળું છું. કાર મારા પિતાના નામ પર છે. પણ તે બીમાર રહે છે. તેઓ વારે વારે ચક્કર કાપી શકે એમ નથી. એટલા માટે હું કારમાં હેલ્મેટ પહેરીને નીકળું છું.

ટ્રાફિક ASPએ કહ્યું, આ એક ભૂલ હોઈ શકે છે. વેરિફીકેશન પછી તેને સુધારી દેવામાં આવશે. અમને એક વ્યક્તિ દ્વારા ફરિયાદ મળી કે કાર ચલાવતી વખતે હેલ્મેટ ન પહેરવા પર ઇ-ચલણ મળ્યું હતું. અમે તેનું વેરિફીકેશન કરી રહ્યા છીએ. ડેટાની ખોટી ફીડીંગના કારણે ઘણીવાર ભૂલો થઈ જાય છે. અમે વેરિફીકેશન પછી તેમનું ચલણને રદ્દ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp