રાજસ્થાનનો બેરોજગાર યુવાન આપતો હતો બીજાને નકલી નોકરીઓ

PC: humanresourcesonline.net

રાજસ્થાનમાં બેરોજગારીથી કંટાળી ગયેલા એક યુવકે અન્ય યુવકોને નોકરી આપવાનું નક્કી કર્યું અને તેણે લોકોને નકલી નોકરીઓ આપવાનું શરૂ કર્યું. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં કેટલાક યુવકોએ એક વેબસાઈટ બનાવીને લોકોને નોકરી આપવાના વાયદાઓ કરી તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા. ખુશી મોહમ્મદ નામના આ વ્યક્તિએ પોતાના આ પ્લાનમાં અન્ય વ્યક્તિઓને પણ સામેલ કર્યા હતા અને ઘણા બેરોજગાર યુવાનોને ઉલ્લુ બનાવ્યા હતા.

12માં ઘોરણ સુધી ભણેલા આ વ્યક્તિએ કૃષિ મંત્રાલય સાથે મળતી આવતી પોતાની વેબસાઈટ http://www.panditdeendayalkarsivikas.com બનાવી. આ વેબસાઈટ પર તેની ઓફિસ કૃષિ મંત્રાલય અંતર્ગત આવતી હોવાનો દાવો કરવામાં આવતો હતો. તેના પર તે રિક્રૂટમેન્ટ સાથે સંકળાયેલી જાણાકારીઓ શેર કરતો હતો. પોતાની કંપની એક NGO હોવાના પેપર્સ પણ બનાવવામાં આવ્યા હતા.

તેની પાસે આવતી ઈન્કવાયરીઓનો જવાબ આપવા માટે કેટલાક માણસોને પગાર પર રાખવામાં આવ્યા હતા. તે લોકોને સરકારી નોકરી અપાવવા ઉપરાંત, નકલી દસ્તાવેજો પણ બનાવી આપતો હતો. તે નકલી પાનકાર્ડ, સરકારી સંસ્થાઓ અને સરકારી કાર્યક્રમોના નકલી સર્ટિફિકેટ પણ બનાવતો હતો. તેની પાસે જે વ્યક્તિ નોકરી માટે આવતી, તેમની પાસે એનરોલમેન્ટના નામ પર પૈસા લેવામાં આવતા હતા. પોલીસને આ વાતની જાણ ત્યારે થઈ, જ્યારે તેમની પાસે પંડિત દિન દયાળ એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નામ પર ચાલી રહેલા ફેક જોબ રિક્રૂટમેન્ટની ફરિયાદ આવી હતી. પોલીસે આ ગેંગ પર છાપો મારી તેના માસ્ટર માઈન્ડ ખુશી મોહમ્મદ અને તેના મુખ્ય સહયોગી અમિત યાદવની ધરપકડ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp