પત્ની દીકરાને સ્કૂલે લંચ બોક્સ આપવા ગઈ, પતિ આવ્યો એસિડથી હુમલો કર્યો

PC: toiimg.com

કોલકાતામાં એક વ્યક્તિએ પોતાની પત્ની પર અન્ય વ્યક્તિ સાથે સંબધ હોવાની શંકામાં સ્ક્રુ ડ્રાઇવર વડે હુમલો કર્યો હતો અને પછી તેના પર એસિડ ફેંકી દીધુ હતું. પીડિત મહિલા દક્ષિણી કોલકાતામાં પોતાના બે બાળકો સાથે રહેતી હતી. મહિલાનું ગળું અને હાથ બળી ગયા છે.

પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પતિએ મહિલા પર એસિડ ફેંકતા પહેલા સ્ક્રુ ડ્રાઇવરથી હુમલો કર્યો હતો. મહિલા પોતાના દીકરાને સ્કૂલમાં લંચ બોક્સ આપવા માટે ગઈ હતી. એ સમયે લગભગ 11.30 વાગ્યા હતા અને શાળામાં બીજા બાળકોના માતા-પિતા પણ હાજર હતા. ત્યારે આરોપી પતિ આવ્યો અને તેણે પત્નીના માથા પર પાછળથી હુમલો કરી દીધો. જ્યારે મહિલાએ વિરોધ કરી બચવાનો પ્રયત્ન કર્યો તો આરોપીએ મહિલા પર એસિડ ફેંકી દીધું હતું.

આ ઘટના એક પ્રાઇવેટ શાળાની બહાર થઇ હતી, જ્યાં અન્ય બાળકો અને તેમના માતા-પિતા હાજર હતા. આરોપીનું નામ જયંતા દાસ છે જે ઘટના સમયે રાહદારીઓ અને દુકાનદારો પર પણ ભારે પડી ગયો. જોકે, તેની ઘટના સ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી છે અને મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાના સમયે તેમનો 5 વર્ષીય દીકરો પણ ત્યાં હાજર હતો.

અધિકારીઓએ કહ્યું હતું કે, અમે મહિલાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપી ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, દંપતી વચ્ચે વૈવાહિક ઝઘડો હતો. આરોપી પત્ની પર શંકા કરતો હતો અને આ બાબતને લઇને તે મોટા ભાગે ઝઘડો કરતો હતો. ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ કહ્યું હતું કે, આરોપી જયંતા દાસ તેના પર કોઇ બીજા વ્યક્તિ સાથે સંબધ હોવાની શંકા કરે છે. એસિડની ઇજા વધારે નથી, પરંતુ સ્ક્રુ ડ્રાઇવરના હુમલાથી તે વધારે ઇજાગ્રસ્ત થઇ ગઇ છે. હાલ તેની સ્થિતિ સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp