બે લગ્ન પછી ત્રીજા કરવા જઈ રહ્યો હતો પતિ, પત્નીઓએ ચપ્પલથી માર્યો, જુઓ વીડિયો

PC: toiimg.com

તમિલનાડુના કોયમ્બટૂરનો આ મામલો છે. જેમાં એક 24 વર્ષના યુવકને તેની બે પત્નીઓએ લોકોની વચ્ચે ઢોરમાર માર્યો. જ્યારે યુવકની બન્ને પત્નીઓને જાણ થઈ કે તે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે તો બન્નેએ તેને ચપ્પલ વડે માર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.

એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરનાર અરવિંદ દિનેશે 2016માં પ્રિયદર્શિની નામની યુવતિ જોડે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેનો વ્યવહાર પત્ની જોડે બદલાઈ ગયો. જ્યારે પ્રિયદર્શિનીએ દિનેશના પરિવારને તેની ફરિયાદ કરી તો તેમણે તેની આ વાત પર ધ્યાન આપ્યું નહી. ત્યાર પછી પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી અને તે તિરુપુરમાં પોતાના માતા-પિતા જોડે રહેવા ચાલી ગઈ. પહેલી પત્નીના ચાલ્યા ગયા પછી દિનેશે બીજા લગ્ન કરવાનો વિચાર આવ્યો, મેટ્રીમોનિયલ વેબસાઈટ પર તેણે બીજી પત્નીને શોધવાનું શરૂ કર્યું.

પહેલા લગ્ન છુપાવીને દિનેશે એપ્રિલ 2019માં અનુપ્રિયા નામની યુવતિ જોડે લગ્ન કરી લીધા. જે ડિવોર્સી છે અને તેને 2 વર્ષનો દીકરો પણ છે. અમુક મહીના પછી અનુપ્રિયા જોડે પણ દિનેશનો વ્યવહાર બદલાઈ ગયો. તેના ટોર્ચરથી પરેશાન થઈ એ પણ તેના પિયર ચાલી ગઈ. હવે દિનેશ ત્રીજા લગ્ન કરવાની ફિરાકમાં હતો,

પણ જેવી આ વાતની જાણ તેની બે પત્નીઓને થઈ કે એ ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે, તો બન્ને તેની ઓફિસ પહોંચી ગઈ. તેને બહાર બોલાવ્યો. બન્ને મહિલા જ્યાં સુધી દિનેશ બહાર ન આવ્યો ત્યાં સુધી ગેટની બહાર જ બેસી રહી. ત્યાર પછી પોલીસ ત્યાં પહોંચી અને સાથે જ બન્ને મહિલાઓના પરિવાર પણ ત્યાં પહોંચી ગયો. જેવો દિનેશ ગેટની બહાર આવ્યો તો તેની બન્ને પત્નીઓએ ચપ્પલ વડે તેની ધૂલાઈ શરૂ કરી દીધી. ત્યાર પછી મહિલાઓએ છેતરવાના અને ત્રીજા લગ્ન કરવા પર પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી નાખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp