બર્ગર ખાવું પડ્યું ખૂબ મોંઘું: ગળામાં થઈ ઈજા

PC: cnn.com

રાજધાની દિલ્હીના રાજીવ ચોક સ્ટેશન પર એક વ્યક્તિ માટે બર્ગર ખાવું જીવ માટે જોખમરૂપ થઈ ગયું હતું. અમેરિકાની પ્રખ્યાત ફાસ્ટફૂડ ચેઈન બર્ગર કિંગના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન સ્થિત આઉટલેટ પર બર્ગર ખાવાથી એક વ્યક્તિના ગળાની અન્નનળીમાં ઈજા થઈ ગયી હતી. પોલીસ ફરિયાદ કર્યા પછી આ આઉટલેટના મેનેજરની ધરપકડ કરી લેવામાં આવી હતી. જોકે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

ઓર્ડર કર્યું હતું વેજ ચીઝ બર્ગર

સોમવારે રાકેશ કુમાર નામના એક વ્યક્તિએ બર્ગર કિંગમાંથી ચીઝ વેજ બર્ગર ઓર્ડર કર્યું હતું. આ બર્ગર ખાતા સમયે રાકેશ કુમારને કંઈક કડક વસ્તુ ખાવામાં અનુભવાઈ હતી. ત્યાર પછી થોડી વારમાં તેમણે ઉબકા આવવા માંડ્યા હતા. પોલીસ અનુસાર બર્ગરમાં સોસના પ્લાસ્ટિક પાઉચનો ટુકડો હતો જેનાથી રાકેશ કુમારની અન્નનળીમાં ઘા થઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને શિફ્ટ મેનેજરની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp