દુકાનદારે કોરોનાને લીધે ઘરે રહેવાનું કહ્યું તો ઢોરમાર મારી તેને મારી નાખ્યો

PC: wp.com

ઝારખંડના પલામૂ જિલ્લામાંથી એક અજીબ મામલો સામે આવ્યો છે. જેમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એક 45 વર્ષીય વ્યક્તિ સોશિયલ ડિસ્ટેંસિંગ બનાવવાનું તેના ગામના લોકોને કહી રહ્યો હતો, પણ ગામના લોકોએ તેની વાત ન માની અને તેને ઢોરમાર માર્યો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાને કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટના બુધવારની છે. જ્યાં પલામૂ જિલ્લાના ચોક ઉદયપુરમાં 45 વર્ષના વ્યક્તિ કાશી સાવે ગામના 4 લોકોને પરવાના બદલે ઘરે રહેવાની સલાહ આપી હતી.

કાશીની એક કરિયાણાની દુકાન છે અને હુમલાખોરો તેની દુકાને પહોંચ્યા હતા અને પછી ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યાં જ દુકાનદારને મારવામાં આવ્યો હતો. ત્યાબાદ ગંભીર રીતે ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં દાકલ કરવામાં આવ્યો હતો. પણ ઈજા ગંભીર હોવાને કારણે કાશીનું મોત થયું.

જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે રાતે 8 વાગ્યે પૂરા દેશમાં લોકડાઉનનું એલાન કર્યું હતું અને દેશના નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળે નહીં. 21 દિવસો માટે ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશના ઘણાં ભાગોમાં તેનું પાલન કરવામાં આવી રહ્યું છે પણ અમુક લોકો એવા પણ છે જે આ લોકડાઉનને ગંભીરતાથી લઈ રહ્યા નથી. માટે પોલીસે કડક પગલા લેવા પડી રહ્યા છે. 25 માર્ચ સુધી દેશમાં 606 લોકો કોરોના વાયરસ પોઝિટિવ થયા છે. જ્યારે 11 લોકોના મોત થયા છે.

જણાવી દઈએ કે, દુનિયાભરમાં કોરોનાના સંક્રમિત લોકોની સંખ્યા 4 લાખ 23 હજારથી વધારે થઈ ગઈ છે. જ્યારે 18,923 લોકોના મોત થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp