1000 વર્ષ પછીની ટિકીટ આપવા પર રેલવેએ ચૂકવવો પડ્યો દંડ

PC: railanalysis.in

73 વર્ષના એક વૃદ્ધને ગ્રાહક અદાલતે ન્યાય આપીને ભારતીય રેલવે પર 13000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વ્યક્તિને ટીટીએ એટલા માટે જબરજસ્તી ટ્રેનની નીચે ઉતારી દીધો હતો કારમ કે તે ભવિષ્યની ટિકીટ લઈને મુસાફરી કરી રહ્યો હતો.

આ વ્યક્તિનું નામ વિષ્ણુકાંત શુક્લા છે, જે એક સેવાનિવૃત્ત પ્રોફેસર છે. તે 19 નવેમ્બર 2013માં હિમગીરી એક્સપ્રેસથી સહારનપુરના જૌનપુર સુધી યાત્રા કરી રહ્યા હતા. ટીટીએ મુસાફરી દરમિયાન જોયું કે શુક્લા જે ટિકીટ પર મુસાફરી કરી રહ્યા છે તેની ઉપર 3013 વર્ષ લખેલું છે. એટલે કે તેમની પાસે 1000 વર્ષ આગળની ટિકીટ હતી. તેને લીધે ટીટીએ તેમને મુરાદાબાદમાં ટ્રેનથી નીચે ઉતારી દીધા હતા.

શુક્લાએ કહ્યું હતું કે, હું સહારનપુરના જેવી જૈન ડિગ્રી કોલજના હિંદી વિભાગના પ્રમુખ પદેથી રિટાયર થયો છું. હું એવો વ્યક્તિ નથી જે નકલી ટિકીટ સાથે ટ્રેનમાં મુસાફરી કરે અને ટીટીએ મને બધાની સામે અપમાનિત કર્યો. તેના માંગવા પર મેં તેને 800 રૂપિયાનો દંડ પણ આપ્યો. તે છત્તાં તેમણે મને ટ્રેનમાંથી નીચે ઉતારી દીધો હતો.

શુક્લાએ વધુમાં કહ્યું હતું કે, તે યાત્રા મારા માટે મહત્ત્વપૂર્ણ હતી કારણ કે હું મારા મિત્રના ઘરે જઈ રહ્યો હતો, જેની પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. સરહાનપુરથી પાછા આવ્યા પછી તેણે ગ્રાહક અદાલતમાં ભારતીય રેલવે વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. પાંચ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં મંગળવારની અદાલતને શુક્લાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. અદાલતે રેલવે પર શુક્લાની માનસિક હેરાનગતિ કરવા બદલ 10000 અને વધારાના 3000 રૂપિયાનો દંડ કરવાનો આદેશ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp