પાર્ટીઓએ મતદાનના 72 કલાક પહેલા જ જાહેર કરવું પડશે મેનિફેસ્ટોઃ ચૂંટણી આયોગ

PC: newsnation.in

ચૂંટણી આયોગ દ્વારા બનાવવામાં આવેલી કમિટીએ આદર્શ આચાર સંહિતામાં સંશોધન કરવાની ભલામણ કરી છે. આ ભલામણ અનુસાર, પાર્ટીઓને પહેલા ચરણના મતદાન પૂર્ણ થવાના 72 કલાક પહેલા મેનિફેસ્ટો જાહેર કરવો પડશે. કમિટીએ ઈલેક્શન સાઈલન્સ એટલે કે ચૂંટણી પ્રચાર પર રોકનો દાયરો સોશિયલ મીડિયા, ઈન્ટરનેટ, કેબલ ચેનલ્સ અને પ્રિન્ટ મીડિયાના ઓનલાઈન માધ્યમો સુધી વધારવાની વાત કહી છે. સાથે જ સોશિયલ મીડિયા એજન્સીને રાજકીય પ્રચારની વસ્તુઓ અન્ય સામગ્રીથી અલગ કરીને પાર્ટી તેમજ ઉમેદવારે આ માધ્યમો પર ખર્ચ કરેલા નાણાંનો હિસાબ રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

ચૂંટણી આયોગે આ 14 સભ્યોવાળી કમિટીનું ગઠન ગત વર્ષે મીડિયાના પ્રચારને ધ્યાને લઈ લોક પ્રતિનિધિત્વ અધિનિયમના અનુચ્છેદ 126ની સમીક્ષા માટે કર્યું હતુ. ગુરુવારે આ રિપોર્ટ મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોરા અને ચૂંટણી આયુક્ત અશોક લવાસાને સોંપી દીધી હતી. આ કમિટીની અધ્યક્ષતા ઉપ ચૂંટણી આયુક્ત ઉમેશ સિંહાને કરી છે. કમિટીમાં આયોગના નવ અન્ય સભ્યો ઉપરાંત, સૂચના અને પ્રસારણ મંત્રાલય, કાયદા મંત્રાલય, આઈટી મંત્રાલય, નેશનલ બ્રોડકાસ્ટ એસોસિએશન અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના એક-એક નામી સભ્ય સામેલ હતા.

વર્તમાનમાં મેનિફેસ્ટો જાહેર કરવાને લઈને કોઈ નિયમ નથી. લોક પ્રતિનિધી અધિનિયમના અનુચ્છેદ 126, ઈલેક્શન સાઈલન્સની વાત કરે છે, જે અનુસાર, ચૂંટણીવાળા વિસ્તારમાં મતદાનના 48 કલાક પહેલા પ્રચાર પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. ઘણીવાર એક જગ્યાએ ઈલેક્શન સાઈલન્સ હોવા છતા બીજી જગ્યા પર પ્રચાર ચાલુ રહે છે. આવી પરિસ્થિતિમાં આ રિપોર્ટમાં નેતાઓને ઈન્ટરવ્યૂ અને પ્રેસવાર્તાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

જોકે, કેટલીક સિફારિશોને લાગુ કરતા પહેલા લોક પ્રતિનિધિત્વ અધિનિયમમાં સંશોધન કરવુ પડશે. જેને માટે આયોગે કાયદા મંત્રાલયને પત્ર લખવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp