કેજરીવાલના વીડિયો પર મનોજ તિવારી અને સિસોદીયા વચ્ચે બબાલ, કહ્યું- સાંસદ છો શરમ..
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે બબાલ ઉભી થઇ છે. બંને પાર્ટીઓ વચ્ચે વાક્યુદ્ધ જોરશોરથી શરૂ થઇ ગયું છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ભાજપના સાંસદ મનોજ તિવારીની આકરી આલોચના કરી છે. સિસોદીયાનું કહેવું છે કે મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એડીટ કરેલો વીડિયો શેર કર્યો છે. મનીષ સિસોદીયાએ ભાજપના નેતા મનોજ તિવારીને કહ્યું કે, તમે એક સાંસદ છો, કઇંક તો શરમ કરો.
મનોજ તિવારીએ સોશિયલ મીડિયા પર એક 9 સેકન્ડનો વીડિયો શેર કર્યો છે. જેમાં અરવિંદ કેજરીવાલને એવું કહેતા સાંભળી શકાય છે કે, તો અમે લોકો બેઠા હતા ક્યારે કોઇક કહી રહ્યું હતું કે જેણે બંધારણમાં લખ્યું હશે, તેણે પણ શરાબ પીને જ બંધારણ લખ્યું હશે.
મનોજ તિવારીએ પોતાના x પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને લખ્યું કે, મને દિલ્હીના આમ આદમી પાર્ટીના પ્રમુખનો મુસ્કાન સાથેનો વીડિયો મળ્યો છે. જેને સાંભળીને કોઇ પણ વ્યક્તિ આવા બહુરૂપિયાના અસલી રંગને જોઇ શકે છે.
સિસોદીયાએ કહ્યું કે, મનોજ તિવારી, તમે સાંસદ છો, થોડી તો શરમ કરો. ખોટી ટ્વીટ કરી રહ્યા છો.સસ્તા ટ્રોલર જેવું વર્તન કરવાનું બંધ કરો. તમારી પોતાની ઇજજત નહીં કરો તો કઇં નહી, પરંતુ તમારા સાંસદ પદની ગરીમા તો જાળવો.
તો મનીષ સિસોદીયાના નિવેદન પર મનોજ તિવારી પણ ભડકી ગયા. તિવારીએ ફરી એક ટ્વીટ કર્યું અને લખ્યું કે, મનીષ સિસોદીયા, ચર્ચામા હમેંશા મર્યા રાખવી જોઇએ. તમે એટલા બધા સમસમી ગયા કે મને બેર્શમ કહી દીધો? ખેર, તમારા જે સંસ્કાર હોય તે. પરંતુ હા, પટપડગંજની જનતાના સવાલાથી બચવા તમે બીજે કશે ભાગી શકો છો, પરંતુ અમે અહીં તમને ભાગવા નહીં દઇશું.
મનોજ તિવારીએ આગળ કહ્યું કે, તમારા આ વીડિયોમાં જે કહેવામાં આવ્યું છે તે જ હું લોકોને બતાવી રહ્યો છું અને તમને પણ પુછી રહ્યો છું. આમ તો રાહુલ ગાંધી પણ બતાવશે, પરંતુ તમારા નેતાના કહેવા મુજબ કોંગ્રેસના લોકોએ શરાબ પીને કોંગ્રેસનું બંધારણ લખ્યું તો કેજરીવાલને એનો અર્થ કેમ લાગે છે કે જેણે પણ બંધારણ લખ્યું તેણે દારૂ પીને લખ્યું? જેણ પણ બંધારણ લખ્યું એનો મતલબ શું? આવું કહેવાની કેજરીવાલ કેવી રીતે હિંમત કરી શકે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp