મનોહર પરિકરની તબીયત નાજુક, એર એમ્બ્યુલન્સથી ગોવા લઇ જવામાં આવ્યા

PC: twitter.com/ndtv

લાંબા સમયથી બીમાર ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને દિલ્હીથી ગોવા લઇ જવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર કહેવાય છે. પરિકર ઘણા સમયથી દિલ્હીની AIIMSમા સારવાર લઇ રહ્યા હતા. કહેવાય છે કે, આજે સવારે તેમની તબિયત બગડી ગઈ હતી અને ત્યાર બાદ તુરંત તેમને ICUમા શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પરિકરને એર એમ્બ્યુલન્સ મારફતે ગોવા લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક કહેવાય રહી છે.

મનોહર પરિકર લગભગ એક મહિનાથી દિલ્હીના AIIMSમા ભરતી હતા. અમેરિકામાં ઇલાજ બાદ તેઓ 15 સપ્ટેમ્બરના રોજ પરત ફર્યા હતા. તેમની ગેરહાજરીમાં ગોવામાં રાજકારણ પણ ગરમાયું હતું. શુક્રવારના રોજ પરિકરે AIIMSમા પોતાના કેબિનેટ સહયોગીઓ સાથે મંત્રાલયની વહેંચણી અને સરકારના કામકાજને લઈને મીટિંગ પણ કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp