લોકડાઉનમાં તમે પણ જીતી શકો છો ઇનામો, યોજાઇ રહી છે સ્પર્ધાઓ, જુઓ વીડિયો

PC: Khabarchhe.com

લોકડાઉનના કારણે લગભગ બધા જ ક્ષેત્રો પર અવળી અસર પડી છે. ખાસ કરીને સ્ટેજ શો કરતા આર્ટિસ્ટો પાસે હાલ કંઇ કામ નથી. આવનારા 6-8 મહિના પણ કામ મળે તેવી શક્યતા નથી. એટલે કેટલાક એસોસિયેશનોએ તો તેમને મદદ કરવાની નેમ પણ લીધી છે. જોકે, ઇન્ટરનેટ આવા સમયે તેમની મદદે આવ્યું છે.આર્ટિસ્ટોને ઇન્ટરનેટ પર તક મળી રહી છે.

પહેલા રિયાલાટી શો સ્ટુડિયોમાં થતા હતા હવે તે ઓનલાઇન થઇ રહ્યા છે. તેનો વ્યાપ પણ વધ્યો છે. પહેલા તે કોઇ શહેર કે રાજ્ય સુધી સીમિત હતા પરંતુ હવે તે આખી દુનિયામાં પ્રસરી ગયા છે. કોઇપણ વ્યક્તિ કોઇપણ જગ્યાથી ઓનલાઇન કોન્ટેસ્ટ શરૂ કરે છે અને દુનિયાભરના લોકો તેની સાથે જોડાઇ રહ્યા છે. કેટલાક સ્ટુડિયોઝ પોતાનું પ્રમોશન લોકો પાસે ગીતો ગવડાવીને કરી રહ્યા છે તો કેટલાક સિગિંગ જૂથો પોતાની કોન્ટેસ્ટ કરી રહ્યા છે. તેમાં વિનર્સને સારાએવા ઇનામો પણ અપાઇ રહ્યા છે. આમ, કહેવાય છે ને કે મુશ્કેલીમાં પણ વરદાન સ્વરૂપ. તે રીતે જ ઇન્ટરનેટ હાલ મુશ્કેલીમાં પણ વરદાનસ્વરૂપ સાબિત થયું છે.

માત્ર સિંગિગ જ  નહીં પરંતુ જુદા જુદા ટેલેન્ટ માટેની સ્પર્ધાઓ હાલ યોજાઇ રહી છે. ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અર્નબ મોઇત્રા કહે છે કે તેઓ આવનારા સમયમાં કેટલીક ઓનલાઇન કોન્ટેસ્ટ લઇને આવી રહ્યા છે. હાલમાં લોકો ઓનલાઇન હાઉસી રમાડવાથી લઇને બ્યુટીકોન્ટેસ્ટ કે ફેશન શોનું પણ આયોજન કરી રહ્યા છે.

 આવી ઇવેન્ટથી એક ફાયદો એ થયો કે જે કલાકારોની ઓળખાણ કે કોન્ટેક્ટ્સ ન હતા તેમને પણ પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળી રહી છે. તેઓ પોતાના શહેર કે રાજ્ય જ નહીં પણ આખી દુનિયામાં પોતાની કળા દર્શાવી ફેમસ થઇ રહ્યા છે. હાલમાં વલસાડના એક ડાન્સર સંજય રાઠોડ કે જેને હાલ સુધી બહુ ઓછા લોકો જાણતા હતા તેને હવે દુનિયાભરના લોકો ઓળખે છે. બોલીવુડના ડાન્સર ટેરેન્સે પણ તેના વખાણ કર્યા હતા. તેનો વિડિયો લગભગ 5 કરોડ લોકોએ જોયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp