26th January selfie contest

અદાણી ગ્રુપ મામલે નાણા મંત્રી નિર્મલા સીતારમણ બોલ્યા- ભારતની છબી અને સ્થિતિ...

PC: khabarchhe.com

અમેરિકન ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં આવેલા મોટા ઘટાડાના કારણે ગત દિવસોમાં સંસદમાં વિપક્ષે જોરદાર હોબાળો કર્યો. ઘટતા શેરોના કારણે અદાણી ગ્રુપના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ભારે ઘટાડો થયો છે. અદાણી મામલે મચેલા હોબાળા પર નાણા મંત્રી નિર્મલા સીતારમણે હવે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતની સ્થિતિ કોઇ પણ પ્રકારે પ્રભાવિત થઇ નથી.

આપણો વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા 2 દિવસોમાં વધીને 8 મિલિયન ડૉલર થઇ ગયો છે. FIIનું અને FPOનું આવવા જવાનું લાગ્યું રહે છે, પરંતુ અદાણીના મામલે ભારતની છબી અને સ્થિતિ પ્રભાવિત થઇ નથી. તેમણે કહ્યું કે, નિયામક પોતાનું કામ કરશે, રિઝર્વ બેંકે પોતાનું નિવેદન જાહેર કરી દીધું છે. તેમણે કહ્યું કે, પહેલા પણ FPO પરત લેવામાં આવ્યા છે. શુક્રવારે સંસદમાં વિપક્ષી સભ્ય અદાણી ગ્રુપના મુદ્દા પર ચર્ચા અને સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસ કરાવવાની માગણી કરી રહ્યા હતા.

RBIએ રોકાણકારોની ચિંતાઓને દૂર કરતા કહ્યું હતું કે, દેશની બેન્કિંગ પ્રણાલી લચીલી અને સ્થિર બનેલી છે. RBIએ કહ્યું કે, તે સતર્ક છે અને દેશના બેન્કિંગ ક્ષેત્રની સ્થિરતાની દેખરેખ કરવાનું ચાલુ રાખશે. RBI તરફથી કહેવામાં આવ્યું કે, નિયામક અને નિરીક્ષકના રૂપમાં RBI નાણાકીય સ્થિરતા બનાવી રાખવાની દૃષ્ટિથી બેન્કિંગ ક્ષેત્ર અને વ્યક્તિગત બેંકો પર નિરંતર દેખરેખ રાખે છે. અદાણી ગ્રુપે ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝન 20,000 કરોડ રૂપિયાનો ફોલો ઑન પબ્લિક ઓફર (FPO)ને બુધવારે પરત લઇ લીધો હતો.

20,000 કરોડ રૂપિયા માટે FPO 27 જાન્યુઆરીના રોજ સબસ્ક્રિપ્શન ખૂલ્યો હતો અને 31 જાન્યુઆરીના રોજ ફૂલ સબ્સ્ક્રાઇબ થઇને ક્લોઝ થયો હતો. FPOને સેકન્ડરી ઓફરિંગના રૂપમાં પણ ઓળખવામાં આઆવે છે. આ એક એવી પ્રોસેસ છે. જે હેઠળ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેટ કંપની ઉપસ્થિત શેરધારકો સાથે સાથે નવા રોકાણકારોને નવા શેર જાહેર કરે છે. હિંડેનબર્ગનો રિપોર્ટ 24 જાન્યુઆરીના રોજ આવ્યો હતો. ત્યારબાદ જ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં ઘટાડાનો દૌર શરૂ થયો હતો.

તેણે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, અદાણી ગ્રુપની લિસ્ટેડ 7 કંપનીઓ 85 ટકા ઓવરવેલ્યૂડ છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દશકોથી સ્ટોક હેરફેર અને મની લોન્ડ્રિંગમાં લાગેલું છે. આ કારણે છેલ્લા 7 કારોબારી સત્રોમાં અદાણી ગ્રુપને 9 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ગુમાવવી પડી છે. અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી વિલ્મર, અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝીસ, અંબુજા સિમેન્ટ, ACC અને NDTVને મળાવીને સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રુપના કુલ 10 શેર લિસ્ટેડ છે. હિંડેનબર્ગના રિપોર્ટ આવ્યા બાદ આ શેરોમાં 50 ટકા સુધીનો ટકા સુધીનો ઘટાડો આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp