ધામધૂમથી લગ્ન કરી પરિણીતા સાસરે જવાને બદલે બ્યૂટીપાર્લરના બહાને પ્રેમી સાથે ભાગી

બાંદામાં સાસરીવાળાના ઘરેથી માતા-પિતાના ઘરે આવેલી નવી વહુ બ્યુટીપાર્લર જવાના બહાને ઘરની બહાર નીકળી અને ત્યારબાદ ત્યાંથી તે તેના પ્રેમી સાથે ક્યાંક ભાગી ગઈ હતી. યુવતીના પિતાએ પોલીસમાં કેસ નોંધાવ્યો છે. તેનો આરોપ છે કે, ગામનો જ એક યુવક તેની પુત્રીને ફોસલાવીને પોતાની સાથે લઈ ગયો છે. તેમણે યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે અને આ પ્રેમ ખાતર પ્રેમીઓ ગમે તે હદે જવા તૈયાર હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના બાંદામાંથી સામે આવ્યો છે. મે 2023માં અહીં એક યુવતીના લગ્ન થયા હતા. થોડા દિવસ પહેલા તે સાસરેથી તેના માતા-પિતાના ઘરે આવી હતી.અહીં તેણે પરિવાર સાથે થોડા દિવસો વિતાવ્યા હતા. ત્યાર પછી જ્યારે સાસરે જવાનો સમય આવ્યો ત્યારે તેણે કહ્યું કે, તે બ્યુટીપાર્લર જઈને આવે છે. પરંતુ આ પછી તે ઘરે પરત ન ફરતાં તેના પ્રેમી સાથે ક્યાંક ભાગી ગઈ હતી.
પિતા અને પતિએ બધે શોધખોળ કરી પણ નવી વહુ મળી ન હતી. તેનાથી પરેશાન પિતાએ આરોપી યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, સર્વેલન્સ દ્વારા આ યુવક અને નવપરણિતાનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. ટૂંક સમયમાં બંનેની ખબર પડી જશે.
મામલો બિસંડા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પીડિતાના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેણે 22 વર્ષની દીકરીના લગ્ન 28 મે 2023ના રોજ ગામ તિંદવારી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં કરાવ્યા હતા. થોડા દિવસ પહેલા યુવતી તેના સાસરેથી માતા-પિતાના ઘરે આવી હતી. તેમનો ગૌનાનો કાર્યક્રમ એટલે કે તેમનો બીજી વખત સાસરે વિદાયનો કાર્યક્રમ 23મી ઓક્ટોબરે નક્કી કર્યો હતો. નવપરણિતા બ્યુટીપાર્લર જવાના બહાને ઘરની બહાર નીકળી હતી. પરંતુ જ્યારે લાંબા સમય પછી પણ તે પાછી ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તેના વિશે કશી ભાળ મળી શકી નહી.
પછી ક્યાંકથી ખબર પડી કે, પડોશનો એક છોકરો છોકરીને પટાવી ફોસલાવીને ભગાડી ગયો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતી તેના ઘરેણા અને 15 હજાર રૂપિયા પણ સાથે લઈ ગઈ છે. તેમણે પોલીસમાં FIR નોંધાવી છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
SHO બિસંડા શ્યામબાબુ શુક્લાએ કહ્યું કે, અમે કેસ નોંધ્યો છે. આરોપી યુવક અને નવપરણિતાના ફોન નંબર ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. તેમનું લોકેશન ટૂંક સમયમાં જાણવા મળી જશે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp