પુલવામા હુમલાને 1 વર્ષઃ હજુ શહીદના પરિવારને નોકરી-પેન્શન નહીં, કાગળ પર વાયદાઓ

PC: amarujala.com

પુલવામા હુમલાને એક વર્ષ પૂરુ થયું છે. શહીદ મહેશ કુમાર યાદવના પરિવારને હજુ સુધી સુવિધાઓ મળી નથી. શહીદની પત્ની સંજૂ દેવીનું કહેવું છે કે, સરકાર અને તંત્ર દ્વારા આ પરિવારની કોઈ સુધ લેવામાં આવી નથી. નેતાઓ, રાજ્ય સરકાર અને સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદાઓ હજુ સુધી પૂરા થયા નથી. નેતાઓ અને તંત્ર દ્વારા દોઢ એકરની જમીન આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પણ લગભગ 11 મહિના થવા આવ્યા છતાં જમીન અંગે એકપણ દસ્તાવેજ અમને મળ્યો નથી. ઘર સુધી પહોંચવા માટે રસ્તો તો બન્યો, પણ કામ અધૂરુ કરવામાં આવ્યું. જનપ્રતિનિધિઓએ શૌચાલયો, સોલર લાઈટ અને શહીદ ગેટ તથા બાળકોના ભણતર અંગે વાયદાઓ કર્યા હતા, પણ હજુ સુધી એકપણ વાયદા પૂરા થયાં નથી.

પોતાના ખર્ચે બંને દીકરાઓને ભણાવી રહી છુઃ

શહીદ મહેશ કુમાર યાદવના બંને બાળકો સ્કૂલે જાય છે. શહીદની પત્ની સંજૂ દેવીએ જણાવ્યું કે, તેમના બંને દીકરા સમર અને સાહિલને તે પોતાના ખર્ચે જ નજીકની એક શાળામાં મોકલે છે.

શહીદના ભાઈ અમરેશે જણાવ્યું કે, મારી માતા શાંતિ દેવી અને પિતા રાજકુમાર યાદવને પેન્શન હજુ સુધી મળ્યું નથી. 11 મહિના થવા આવ્યા પણ પેન્શન નહીં મળવાને કારણે અમે ભુખમરીની કગારે પહોંચી ગયા છે. તકલીફ પડી રહી છે.

ભાઈને નોકરી મળી નહીઃ

તંત્રએ શહીદના નાના ભાઈ અમરેશ પાસેથી નોકરી આપવા માટેના દસ્તાવેજો ઘણીવાર લીધા પણ આગળ કોઈ કાર્યવાહી કરી જ નહીં.

શહીદની માતા કહે છે કે, ઉત્તર પ્રદેશ સરકાર અને નેતાઓ દ્વારા ગામના પ્રવેશ દ્વાર પર શહીદ ગેટ, ગામમાં સ્કૂલ અને હોસ્પિટલ સેવા આપવાનો વાયદો તો કરેલો પણ હજુ સુધી એકપણ વાયદા પૂરા થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp