મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે પૂરઃ ચિપલૂન શહેર આખું ડૂબ્યું, જુઓ Photos

PC: indianexpress.com

મુંબઈ તેની આસપાસના વિસ્તારોમાં આખી રાત ભારે વરસાદથી મહારાષ્ટ્રના ચિપલૂન શહેરમાં ભીષણ પૂરની સ્થિતિ સર્જાઇ છે. શહેરના ઘણાં વિસ્તારો ડૂબી ગયા છે. એટલું જ નહીં પૂરેપૂરો બસ ડેપો ડૂબી ગયો છે. શહેરના નિવાસીઓએ સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે ટ્વીટર પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મદદ માગી છે.

અમુક લોકોએ આ સ્થિતિની તુલના 2005માં મુંબઇના વિનાશકારી પૂર સાથે પણ કરી છે. જેમાં ઓછામાં ઓછા 450 લોકોના મોત થયા હતા. ચિપલૂન શહેરના જે ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે, તેમાં આખુ શહેર ડૂબેલું છે. કારો અને બિલ્ડિંગોને પાણીએ પોતાનામાં સમાવી લીધા છે. ઘણાં સ્થળો પર પાણી પહેલા માળ સુધી ચાલ્યું ગયું છે. લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે.

5000 ગ્રામીણોને ખસેડવામાં આવ્યા છે. કારણ કે પૂરનું પાણી તેમના ઘરોમાં ઘૂસી આવ્યું છે. ચિપલૂન એક એવું શહેર છે જે ચારેય બાજુઓથી પહાડોથી ઘેરાયેલું છે.રત્નાગિરી જિલ્લામાં વધારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઇ છે.

ચિપલૂન શહેરમાં પાણી ભરાવાને લીધે હાઇવે પર વાહનોની અવર જવર ઠપ છે. બે NDRFની ટીમને મોકલવામાં આવી છે. આ ઉપરાંત કોસ્ટ ગાર્ડ બોટથી લોકોને રેસ્ક્યૂ કરી રહ્યા છે.

અકોલામાં વાદળ ફાટવા જેવો વરસાદ પડવાને લીધે માત્ર 3-4 કલાકમાં વરસાદે જિલ્લાની લગભગ બધી નદી-નાળાઓને પાણીથી ભરી દીધા. લગભગ 2000 ઘરો ડૂબી ગયા છે. આ ભારે વર્ષાને પગલે નદીઓમાં આવેલા પૂરને લીધે શહેરના ઘણાં વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે.

ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને ઊભો પાક બર્બાદ થઇ ગયો છે. ઘણાં સ્થળોએ કાચા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. સાથે જ ખેડૂતોના મવેશીઓ પણ તણાયા છે. અકોલા શહેરના ફુલેશ્વર, શાસ્ત્રી નગર અને નૂતન નગરમાં 4 થી 5 ફૂટ સુધી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે. જાનમાલને હાનિ પહોંચી નથી. પણ ઘણાં લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે.

પ્રશાસને આવતા 2 દિવસ વરસાદ પડવાનું એલર્ટ બહાર પાડતા સાવચેતી રાખવાનો આદેશ આપ્યો છે. સિંધદુર્ગ જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી થઇ રહેલા વરસાદને પગલે એક પુલ ડુબી ગયો છે. જેને કારણે 27  ગામો સાથેનો સંપર્ક ટૂટી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp