બાળક પેદા કરવા માટે 3 મહિનાનો કોર્સ, નોકરી પણ.. હેરાન કરી દેશે મૌલાનાના દાવા

PC: aajtak.in

રામનગર અને કાલાડૂંગી બાદ ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં પણ મજારના નામ પર દબાણ ચરમ પર છે. અહીં ગેરકાયદેસર મજાર વર્સિસ ગેરકાયદેસર મંદિરની કહાની પણ સામે આવી રહી છે. રાજપુર રોડમાં વન વિભાગની જમીન પર બનેલી મજારની બરોબર સામે એક ટેન્ટ લગાવીને મંદિર ઊભું કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, જ્યારે અહી ગેરકાયદેસર રીતે મજાર બની શકે છે તો મંદિર પણ હોય શકે છે. આ દરમિયાન મજાર સાથે જોડાયેલો હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો છે.

અહીંના મૌલાનાએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, અહી દરેક વસ્તુની સારવાર છે. મૌલાના દાવો કરે છે કે અહી મહિલાઓ માટે 3 મહિનાનો એવો કોર્સ હોય છે, જેનાથી મહિલાઓને સંતાન પણ થઈ શકે છે. એટલું જ નહીં નોકરી પણ લગાવવામાં આવે છે. તેની સાથે જ મકાન, બિઝનેસ, લગ્ન અને કોર્ટ કચેરીના મામલાઓ માટે દુવાઓ પણ કરવામાં આવે છે. સાથે જ જડી-બૂટીઓથી સારવાર પણ કરવામાં આવે છે. આ મજાર 50 વર્ષ જૂની છે. ઉલ્લેખનીય છે કે, મજાર પર લાગેલા બોર્ડમાં સ્પષ્ટ લખ્યું છે કે અહી ઝાડ-ફૂક થાય છે.

ઉત્તરાખંડમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર મજાર બનાવીને સરકારી જમીનો પર દબાણના મામલા સામે આવી રહ્યા છે. કાલાડુંગીના જંગલો પાસે બંને તરફ રસ્તાના કિનારે તમને મોટી સંખ્યામાં મજાર નજરે પડી જશે. અત્યાર સુધી 1000 કરતા વધુ મજારોને ચિહ્નિત કરવામાં આવી છે જે વન વિભાગ કે સરકારની બીજી જમીનો પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. તેમાંથી અત્યાર સુધી સેકડો મજારોને સરકાર દ્વારા ધ્વસ્ત પણ કરી દેવામાં આવી ચૂકી છે. આ ખુલાસાઓ વચ્ચે એક ન્યૂઝ ચેનલની ટીમ રામનગરથી 30 કિલોમીટર દૂર કાલાડુંગીના જંગલો વચ્ચે બનેલો મજારો સુધી પહોંચી હતી. અહીં પ્રવેશ વર્જિત છે છતા મજાર બની છે.

અહી મળેલા મૌલાનાએ જણાવ્યું કે, મજાર કાલૂ સૈયદ પીરના નામ પર બની છે જ્યારે તેની તપાસ કરવા ટીમ પહોંચી તો એ જ નામ પર ઘણી મજારો ત્યાં જોવા મળી. મૌલાનાએ કહ્યું કે, કાલૂ સૈયદમા નામ પર સેકડો મજારો બનાવવામાં આવી છે, જેની જ્યાં માન્યતા ત્યાં તેમના જ નામ પર મજાર બનાવી દે છે. ઉત્તરાખંડમાં ઘણી જગ્યા આ નામ પર બની છે જ્યારે ગુજરાત રેલવે સ્ટેશન પર પણ, જ્યારે મૌલનાને પોતાને એ ખબર નથી કે હકીકતમાં કાલૂ સૈયદનું મોત ક્યાં થયું હતું? એ છતા સેકડો જગ્યાએ ગેરકાયદેસર મજારો ઊભી છે. બીજી તરફ કોંગ્રેસનો આરોપ છે કે ઉત્તરાખંડની ધામી સરકાર વિકાસ કર્યો પર ધ્યાન આપવાની જગ્યાએ, ધાર્મિક ષડયંત્ર રચી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp