મુઝફ્ફરપુરની શિવાંગી બની નૌસેનાની પહેલી મહિલા પાયલટ

PC: news18.com

હોંસલો સે ઉડાન હોતી હૈ. આ વાક્યને ખરા અર્થમાં સાબિત કરી બતાવ્યું છે દેશની આ દીકરીએ. એક તરફ સમાજમાં સ્ત્રી રક્ષણનો મુદ્દો ચર્ચામાં છે, ત્યાં એક સ્ત્રીએ જ પોતાની ક્ષમતા વિશ્વસ્તર પર સાબિત કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સમાં મહિલા પાયલટ બાદ દેશની નૌસેનામાં પણ મહિલા પાયલટે પોતાનું નામ નોંધાવીને નવો ઈતિહાસ રચ્યો છે. આ યુવતીનું નામ છે ફ્લાઈટ લેફ્ટનેન્ટ શિવાંગી સિંહ. 4 ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેના બે દિવસ પહેલા એટલે કે તા. 2 ડિસેમ્બરના રોજ તે ભારતીય નૌસેનાના એક મહત્ત્વના અભિયાનમાં પાયલટ પદે જોડાઈ ગઈ છે.

આમ તે ભારતીય નૌસેનાની પ્રથમ મહિલા પાયલટ પણ બની છે. હાલમાં શિવાંગીએ પોતાની પ્રેક્ટિકલ તાલીમ પૂર્ણ કરી લીધી છે. હવે તે નૌસેનાની મહિલા પાયલટ વિંગની શરુઆત કરવા માટે જઈ રહી છે. દેશના ડિફેન્સ ઈતિહાસમાં એવું પ્રથમ વખત બની રહ્યું છે જેમાં કોઈ મહિલા નૌસેનાના પાયલટ પદ પર એક ઓપરેશનમાં જોઈન થઈ રહી છે. શિવાંગી કહે છે કે, તે દેશની બીજી યુવતીઓને પણ ડિફેન્સ માટે પ્રેરણા આપવા માંગે છે. દેશની સુરક્ષા પાંખમાં પણ કરિયરની તક છે જેના પર યુવતીઓએ પોતાનું પગલું માંડવું જોઈએ. એવું શિવાંગીએ કહ્યું હતું. શિવાંગી બિહારના મુઝફ્ફરપુર જિલ્લાની રહેવાસી છે. તેણે DAV Public school, Muzzafarpurથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું છે. ત્યારબાદ સિક્કીમ મણિપાલ યુનિવર્સિટીમાંથી તેણે બી.ટેક કર્યું છે.

ગ્રેજ્યુએશન બાદ તેણે ઈન્ડિયન નેવલ અકાદમી, 27 NOC course, SSC પાયલટ પદે ટ્રેનિંગ શરુ કરી દીધી હતી. નેવીના એવિએનશ બ્રાંચમાં એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર અને વિમાનમાં ઓબર્ઝરવર તરીકે મહિલા અધિકારીઓ અગાઉથી જ કાર્યરત છે. જેઓ માહિતી સંચાર અને હથિયાર અંગેની જવાબદારી અદા કરે છે. સાઉધર્ન નેવલ કમાન્ડમાં ટ્રેનિંગ લેનારી શિવાંગી પ્રથમ મહિલા છે. હવે તેને ડોર્નિયર વિમાનને ઉડાવવાની પરવાનગી મળી રહેશે. ઈન્ડિયન એરફોર્સમાં ભાવના કાંત દેશની પ્રથમ ઈન્ડિય એરફોર્સ મહિલા પાયલટ છે. ભારતીય સેનામાં મહિલાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp