Video: પ્રવાસીઓ પર કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો, પછી SDMCએ કહ્યું- ભૂલ થઈ ગઈ

PC: twitter.com

હેલ્થ સ્ક્રીનિંગ માટે દિલ્હીની લાજપત નગર સ્કૂલની બહાર ઊભેલા પ્રવાસી શ્રમિકોના સમૂહ પર શુક્રવારે કીટાણુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો. દણિક્ષ દિલ્હીના નગર નિગમે બાદમાં કહ્યું કે, આ ભૂલથી થઈ ગયું, કારણ કે વર્કરો જેટિંગ મશીનના દબાણને સંભાળી શક્યા નહીં અને ઘટના સ્થળે મોજૂદ તેના અધિકારીઓએ શ્રમિકોની માફી માગી.

વાત એ છે કે, શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં સવાર થતા પહેલા લાજપત નગર-3માં સ્ક્રીનિંગ માટે હેમૂ કોલોનીની સીનિયર સેકેન્ડરી સ્કૂલની બહાર ઘણાં પ્રવાસી શ્રમિકો ભેગા થયા હતા. ત્યારે જ તેમના પર આ છંટકાવ કરવામાં આવ્યો. ઘટનાની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. જેમાં જોઈ શકાય છે કે, સેનેટાઈઝના કામમાં લાગેલા એક વર્કરે ત્યાં મોજૂદ અમુક પ્રવાસી શ્રમિકો પર કીટાણુનાશક છંટકાવ કર્યો.

કારણ કે સ્કૂલ એક રહેણાક વિસ્તારમાં છે, માટે તેની આસપાસ રહેતા લોકોએ રસ્તાને સેનેટાઈઝ કરવાની માગ કરી હતી. પણ જેટિંગ મશીનના દબાણને કારણે વર્કર તેને થોડી ક્ષણો માટે સંભાળી શક્યો નહીં. SDMCએ એક નિવેદન બહાર પાડી કહ્યું કે, કર્મચારીઓને પહેલેથી જ કામ કરતા સમયે વધારે સાવચેતી અને ચોકસાઈ રાખવાનું કહેવામાં આવ્યું છે. સાઈટ પર મોજૂદ અધિકારીએ ત્યાં મોજૂદ શ્રમિકોની માફી માગી હતી.

પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્યો સુધી પહોંચાડવા માટે શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો ચાલી રહી છે. રેલવે 1 મેથી 2317 શ્રમિક સ્પેશ્યિલ ટ્રેન દ્વારા 31 લાખથી વધારે પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહ રાજ્યોથી સુધી પહોંચાડ્યા છે. રેલવે અનુસાર, શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનો દ્વારા પોતાના ઘરે પરત ફરેલા 31 લાખ પ્રવાસી શ્રમિકોમાં લગભગ 12 લાખ શ્રમિકો ઉત્તર પ્રદેશ, 7 લાખથી વધારે શ્રમિકો બિહાર, જ્યારે ઝારખંડ-રાજસ્થાન 1-1 લાખ લોકો ફર્યા છે. રેલવેના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારોએ ફંસાયેલા લોકોનો જે અંદાજિત આંકડો અમને આપ્યો હતો, તેને અમે પાર કરી ચૂક્યા છે. રેલવે જરૂરત પડવા પર રોજ 300 સુધી ટ્રેનો ચલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ રેલવેએ એલાન કર્યું હતું કે તે 1 જૂનથી 200 નોન AC ટ્રેનો ચલાવવા જઈ રહી છે. જેના માટે બુકિંગ પણ શરૂ થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp