PMએ એકપણ ગરીબ ભૂખ્યો ન સુવે તે માટે 2 મોટી યોજના પ્રારંભ કરી છેઃ કેન્દ્રીયમંત્રી

PC: digitaloceanspaces.com

કેન્દ્રીય ગ્રાહક બાબતો, અન્ન અને પૂરવઠા મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે બે સૌથી મોટી ખાદ્યાન્ન વિતરણ યોજના PMGKAY અને ANBAનો પ્રારંભ કર્યો છે જેથી કોવિડ-19 મહામારીના કપરા સમયમાં એકપણ ગરીબ વ્યક્તિને ભુખ્યા સુવાની નોબતના આવે. પાસવાને મીડિયા સમક્ષ માહિતી આપતા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ખાદ્યાન્ન અને દાળના વિતરણ માટે ફાળવવામાં આવેલા જથ્થામાંથી બાકી રહેલા જથ્થાનું વિતરણ કરવા માટે 31 ઑગસ્ટ 2020 સુધી વધારાનો સમય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી પણ આપી હતી.

પાસવાને જણાવ્યું હતું કે, આ બંને યોજનાઓનો અમલ કરવાથી દેશમાં કોવિડ-19 મહામારીના કારણે સર્જાયેલી આર્થિક વિક્ષેપની પરિસ્થિતિમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં રાહત થશે. તેમણે વધુમાં એવી પણ માહિતી આપી હતી કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ 2,32,433 મેટ્રિક ટન ખાદ્યાન્નના જથ્થાનું મે મહિનામાં 2.24 કરોડ લાભાર્થીઓ અને જૂન મહિનામાં 2.25 કરોડ લાભર્થીઓમાં વિતરણ કર્યું હતું.

તેમણે માહિતી આપી હતી કે, અંદાજે 33,620 મેટ્રિક ટન આખા ચણાનું વિતરણ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કરવામાં આવ્યું છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જુલાઇથી નવેમ્બર 2020 એમ પાંચ મહિનાના સમયગાળા માટે PMGKAY-2 માટે 201.1 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે. આમાં 91.14 લાખ મેટ્રિક ટન ઘઉં અને 109.91 લાખ મેટ્રિક ટન ચોખાનો જથ્થો સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp