રાતે વારેવારે પાણી માગતી હતી માતા, દીકરાએ ગળુ દબાવી કરી હત્યા

PC: intoday.in

આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને તેની માતા સૌથી વહાલી હોય છે. પણ ગ્રેટર નોઇડામાં એક સગીર દીકરાએ તેની જ માતાની હત્યા કરી નાખી. કારણ એટલું જ કે તેની માતા રાતે તેની પાસે તંબાકૂ અને પાણી માંગતી હતી.

વાત એમ છે કે, ગ્રેટર નોઇડાના બાદલપુર વિસ્તારમાં એક 50 વર્ષીય મહિલાની ગળુ દબાવી હત્યા કરી દેવામાં આવી હતી. જે સમયે મહિલાની હત્યા કરવામાં આવી હતી, તે સમયે તેનો 16 વર્ષનો સગીર દીકરો મોજૂદ હતો અને તેણે પોતે જ તેના પિતાને ફોન કરીને જાણ કરી કે તેણે માતાની હત્યા કરી નાખી છે.

જ્યારે પોલીસ આ મામલે તપાસ કરવા પહોંચી તો મૃતક મહિલાના સગીર દીકરાએ પોલીસને ગેરમાર્ગે દોરતા કહ્યું કે, તે ઘટના સમયે સૂતો હતો. અને હત્યા કોણે કરી તેની તેને જાણ નથી. મહિલાની હત્યા પહેલા ઘરમાં કોઈ લૂંટ પણ થઈ નહોતી. માટે પોલીસને સગીર પર શંકા થઈ હતી. આથી પોલીસે જ્યારે સગીર સાથે કડક રીતે પૂછપરછ કરવાનું શરૂ કર્યું તો, ત્યારબાદ સગીરે બધી હકીકત જણાવી દીધી હતી. તેણે કબૂલ્યું કે, માતાની હત્યા તેણે જ કરી હતી.

જ્યારે પોલીસે સગીરને હત્યા કરવાનું કારણ પૂછ્યું તો તેને સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા હતાં. સગીરે જણાવ્યું કે, તેની માતા તેને રોજ રાતે વારંવાર પાણી અને ખાવા માટે તંબાકૂની માંગ કરતી હતી. તેને કારણે તેણે ઘણીવાર રાતે ઉઠવું પડતું હતું. જેને કારણે તેની ઊંઘ પૂરી થતી નહોતી. તેનાથી છૂટાકારો મેળવવા માટે તેણે માતાનું ગળુ દબાવી હત્યા કરી નાખી.

સગીરના પિતાએ જણાવ્યું કે, તે લગ્ન સમારોહમાં સામેલ થવા માટે ગયા હતા. જ્યારે તેમનો મોટો દીકરો ગાર્ડની નોકરી કરે છે. જે ડ્યૂટી પર હતો. સગીર દીકરાએ જ ફોન કરી પોતાની માતાની હત્યા વિશે પિતાને જાણ કરી હતી. આરોપીના પિતાએ જણાવ્યું કે, 1 મહિના પહેલા તેના સગીર દીકરાને સાપે ડંખ માર્યો હતો, ત્યારથી તેનો સ્વભાવ ચીડિયો બની ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp