શિરડીમાં ચમત્કાર, દિવાલ પર ઉભર્યો સાંઈ બાબાનો ચહેરો, જુઓ વીડિયો

સાંઈબાબાના ચમત્કારની તમે ઘણી વાતો સાંબળી હશે પરંતુ શિરડીમાં સાંઈબાબાએ પોતાના ભક્ત્તોને ચમત્કારિક રીતે દર્શન આપ્યા છે. શિરડી સાંઈબાબાના મંદિર પરિસરમાં બાબાના ચમત્કાર થયાની ચર્ચાઓ થઈ છે. લોકોનું કહેવું છે કે દ્વારિકા માઈ મંદિરની દિવાલ પર સાંઈ બાબાની તસવીર જોવા મળી છે. દ્વારિકા માઈની દિવાલમાં બાબાની તસ્વીર દેખાતા લોકોએ દિવાલ પર હાર ચડાવી પૂજા અર્ચના કરી સાંઈબાબાના દર્શન કર્યા.

બાબાના ચમત્કારની વાત ભક્તોને થતા તેઓ દૂર દૂરથી સાંઈબાબાના દર્શન કરવા શિરડી પહોંચ્યા હતા. ચમત્કાર થયાના થોડા સમય પછી મોટી સંખ્યામાં ભક્તોનો ભીડ બાબાના દર્શન કરવાં માટે દ્વારિકા માઈ મંદિર ખાતે પહોંચી હતી. મોડી રાત્રે પણ સાંઈ મંદિર ખાતે લાખો ભક્તો બાબાના ચમત્કારિક દર્શન કરવા ઉમટ્યા હતા. સાંઈબાબાના ચમત્કારના દર્શન કરવા ઉમટેલી ભક્તો ભીડને જોઈને મંદિર પ્રસાસન દ્વારા બુધવાર મોડીરાતથી મંદિરના દરવાજા બંધ કરવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp