Tik Tokએ લીધો વધુ એકનો જીવ, વીડિયો બનાવતી વખતે ગોળી છૂટતા એકનું મોત

PC: youtube.com

મહારાષ્ટ્રના શિરડીમાં Tik Tok વીડિયો બનાવતી વખતે ગોળી છૂટતા એક છોકરાનું મૃત્યુ થયુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બુધવારે થઈ હતી અને તેમાં પ્રતીક વાડેકર (17)નું મૃત્યુ થયું છે. રિપોર્ટ અનુસાર, પ્રતીક પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે શિરડી આવ્યો હતો. તેઓ એક હોટેલમાં રોકાયા હતા.

હોટેલમાં પ્રતીક, સન્ની પવાર, નિતિન વાડેકર અને 11 વર્ષીય એક અન્યએ પિસ્તોલ લઈને Tik Tok પર શેર કરવા માટે એક વીડિયો બનાવવો શરૂ કર્યું. દુર્ઘટનાવશ પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયું અને ગોળી પ્રતીક વાડેકરને વાગી. શિરડી પોલીસ સ્ટેશનના નિરીક્ષક અનિલ કાટકેએ જણાવ્યું હતું કે, પિસ્તોલ પ્રતીકના જ એક સંબંધી લઈને આવ્યા હતા. સન્ની અને નિતિનની ધરપકડ કરવામાં આવી છે.

Tik Tok એક સોશિયલ મીડિયા એપ છે અને ભારતમાં તેના 20 કરોડ યુઝર્સ છે. આ યુઝર્સમાંથી 12 કરોડ દર મહિને સક્રિય રહે છે. થોડાં દિવસો પહેલા, મદ્રાસ હાઈકોર્ટે આ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાદમાં તે પ્રતિબંધને હટાવી લેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp