પતિ 6 વાર ધારાસભ્ય તો પત્ની 6 વાર સરપંચ, ભીખીદેવી દરેક વખતે ચૂંટાય છે બિનહરીફ

PC: google.com/

બાડમેર ગુડામાલાનીના ધારાસભ્ય હેમારામ ચૌધરી અને તેની પત્નીએ રાજનીતિમાં નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. ધારાસભ્ય હેમારામ ચૌધરી છ વાર ધારાસભ્ય બન્યા છે, તો તેમની પત્ની છઠ્ઠીવાર સરપંચ બની છે. માત્ર ફરક એટલો છે કે, હેમારામે ચૂંટણી લડવી પડે છે અને પત્ની દરેક વખતે બિનહરીફ સરપંચ બને છે. બાડમેરમાં સતત બિનહરીફ ચૂંટણી જીતવાનો રેકોર્ડ બનાવી રહેલા ભીખીદેવી આ વખતે નવી ગ્રામપંચાયત વીરેન્દ્ર નગરના સરપંચ તરીકે ચુંટાયા છે. ભીખીદેવીના સતત સરપંચ બનવાનો મુખ્ય આધાર તેમના પતિ હેમારામનો પ્રભાવ અને પંચાયતમાં સરકારી યોજનાઓના કામ છે.

ભીમજી ગ્રામ પંચાયતમાં ભીખીદેવી સતત 5 વાર સરપંચ રહ્યા હતા અને આ વર્ષે નવી ગ્રામ પંચાયત વીરેન્દ્ર ગ્રામપંચાયત છૂટી પડતા અહીં પણ ભીખીદેવી બિનહરીફ ચૂંટાયા છે. નવી ગ્રામ પંચાયતના ધારાસ્ભ્ય હેમારામના દિવંગત પુત્ર વીરેન્દ્રના નામે બની છે. જેના સરપંચ ભીખીદેવી બન્યા છે.

હેમારામ ચૌધરી ગુડામલાનીથી 6 વાર ધારસભ્ય તરીકે ચૂંટાયા છે. પૂર્વમાં પરિવાર કલ્યાણ મંત્રી અને મહેસૂલ મંત્રી રહી ચુક્યા છે. રાજસ્થાનની રાજનીતિમાં હેમારામ મોટા નેતા તરીકે ઓળખાય છે. હેમારામ ચૌધરી સતત ધારાસ્ભ્ય અને મંત્રી રહ્યાં છે. તેમના પ્રભાવથી ગ્રામપંચાયતમાં ટાંકીઓ, રસ્તા, વીજળીના કાર્યમાં પ્રાથમિકતા, મનરેગાના કામમાં મજૂરોના ખાતામાં સીધા રૂપિયા જમા કરાવવા જેવી પારદર્શિત કાર્યો કર્યા છે.

ચૂંટણીના સમયે દરેકવાર ગ્રામજનો એક સાથે બેસે છે અને ભીખીદેવીના નામ પર સહમતિ સાધે છે. ભીખીદેવી સરપંચ બન્યા પછી છેલ્લાં ત્રણ વર્ષથી સરપંચ બનવાની ના પાડે છે અને કહે છે કે હવે કોઇ બીજાને સરપંચ બનાવો. પરંતુ ગ્રામજનો એકત્ર થઇને ભીખીદેવીને સરપંચ બનાવવાનો નિર્ણય લે છે. તે માની લેવામાં આવે છે. ભીખીદેવીએ આ અંગે કહ્યું હતું કે, ગામની સ્ત્રીઓની સમસ્યા સાંભળવામાં આવે છે અને પછી હું પતિને કહું છું કે તેમની માંગ શું છે અને તેઓ તાત્કાલિક કાર્યવાહી કરે છે. જેનાથી વિકાસ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp