મોદી સરકારે માની ચીની બેંક પાસેથી લોન લેવાની વાત, સીમા વિવાદ વચ્ચે લીધા આટલા રૂ.

PC: assettype.com

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરી કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. તેમણે કહ્યું કે, ભારત ચીન સીમા વિવાદની વચ્ચે મોદી સરકારે ચીની બેંકો પાસેથી છુપી રીતે લોન લીધી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ગલવાન ઘાટીમાં જવાનો બલિદાન આપે છે, એવામાં મોદીજી એપ બેન કરી વાહવાહી મેળવતા રહ્યા અને ચીનની સરકારની બેંક પાસેથી છુપી રીતે લોન લેતા રહ્યા. આ છે ખોટી રાષ્ટ્રભક્તિ.

કોંગ્રેસ પ્રવક્તાએ પોતાના દાવોના પક્ષમાં એક અંગ્રેજી ન્યૂઝપેપરની ખબરનો એક સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. જેના અનુસાર, મોદી સરકારે ઔપચારિક રીતે પુષ્ટિ કરી છે કે ભારતે સીમા વિવાદની વચ્ચે ચીન નિયંત્રિત બેંક પાસેથી લગભગ 9202 કરોડ રૂપિયાની કુલ બે લોન લીધી છે.

15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં ભારત ચીન સીમા વિવાદની વચ્ચે જ્યાં દેશના 20 જવાનો શહીદ થયા હતા, તો 19 જૂનના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કરવામાં આવેલા ઉપાયોના સમર્થન કરવા માટે એશિયન ઈન્ફ્રાસ્ટ્રેક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંકની સાથે 750 મિલિયન ડૉલર એટલે કે લગભગ 5521 કરોડ રૂપિયાની એક લોન પર સાઈન થઇ. ચીન બીજિંગમાં સ્થિત બહુપક્ષીય વિકાસ બેંકનો સૌથી મોટો શેરધારક છે.

કોંગ્રેસ પ્રવક્તાની આ ટ્વીટ પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, AIIBમાં ભારતનો પણ 8 ટકા શેર છે અને મોદી સરકારે AIIB પાસેથી લોન લીધી છે નહીં કે ચીન પાસેથી. અધૂકી ખબર જણાવી દેશને ખોટા માર્ગે ન દોરો. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કોંગ્રેસ હોત તો ન એપ બેન થાત અને ન સેના તેમના પરાક્રમ દેખાડી શકત. માત્ર કમિટી બનતી અને ડોઝિયર તૈયાર થતે અને ચીન કાણા પાડ્યા કરતે.

તો પ્રદીપ કુમાર નામના યૂઝરે લખ્યું કે, જે દેશ સાથે લડાઈ લડવી નક્કી હોય તો તેની આર્થિક સ્થિતિ તોડવી જરૂરી હોય છે. યુદ્ધ પછી લોન કોણ આપે છે. યાદ છે કોંગ્રેસ મુક્ત ભારત માટે સૌથી પહેલા કોંગ્રેસને આર્થિક અને માનસિક રીતે નબળા કરવાના હતા અને તે મોદી અને શાહની જોડીએ કરી દેખાડ્યું છે.

તો અન્ય એક યૂઝર સુનીલ કુમારે લખ્યું કે. ભારત તે બેંકનો સભ્ય છે અને બેંકનું મુખ્યાલય જો ચીનમાં છે તો શું તેની સભ્યતા છોડી દેવામાં આવે. વિશ્વ બેંકનું મુખ્યાલય અમેરિકામાં છે તો શું ચીન વર્લ્ડ બેંક પાસેથી મદદ નહીં લે. વાત હંમેશા અભણ જેવી જ કરજો. આખરે કોંગ્રેસી બુદ્ધિ જો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp