ભારત આવવા માટે ઉત્સુક અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું- 'મોદી હૈ તો મુમકિન હૈ'

PC: news18.com

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ આ મહિને ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન નવનિયુક્ત વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. પોમ્પિઓએ ભારત આવતા પહેલા BJPના લોકપ્રિય સુત્ર મોદી હૈ તો મુમકિન હૈ દોહરાવ્યો છે. માઈક પોમ્પિઓ બુધવારે યુએસ- ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ઈન્ડિયા આઈડિયાઝ સમિટમાં વક્તવ્ય આપશે. તેમણે કહ્યું હતું કે, જેવો વડાપ્રધાન મોદીએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન નારો આપ્યો છે, મોદી હૈ તો મુમકિન હૈ તેમજ મોદી મેક્સ ઈટ પોસિબલની રાહે હું પણ ભારત અને અમેરિકાની વચ્ચે સંબંધને આગળ વધતા જોઈ રહ્યો છું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, હું આ મહિનાના અંતમાં નવી દિલ્હીના પ્રવાસે, PM મોદી અને તેમના નવા વિદેશ મંત્રી એસ. જયશંકરને મળવા માટે ખૂબ જ ઉત્સુક છું. ઉલ્લેખનીય છે કે, માઈક પોમ્પિઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાના મધ્ય સામરિક ભાગીદારીના એક મહત્ત્વપૂર્ણ એજેન્ડા પર ચર્ચા કરશે. પોમ્પિઓ 24થી 30 જુન સુધી હિંદ-પ્રશાંત ક્ષેત્રના ચાર દેશો- ભારત, શ્રીલંકા, જાપાન અને દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્તાગસે મંગળવારે કહ્યું કે, પોમ્પિઓની હિંદ-પ્રશાંતના ચાર દેશોની યાત્રાનો ઉદ્ગેશ્ય અમેરિકાની મહત્ત્વપૂર્ણ દેશોની સાથે ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જેથી મુક્ત અને કોઈપણ અડચણ વિના હિંદ-પ્રશાંતના નક્કી કરવામાં આવેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધી શકાય. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીને હાલની ચૂંટણીમાં મળેલી જીતે વૈશ્વિક મંચ પર મહત્ત્વની ભૂમિકા નિભાવનારા સશક્ત તેમજ સમૃદ્ધ ભારત માટે પોતાના દ્રષ્ટિકોણને લાગુ કરવા માટે સારો અવસર આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp